રિપોર્ટ ,મયુર પટેલ

મહુવા તાલુકાના અનાવલ ગામે કાવેરી નદી ના તટ પર વર્ષોથી ચાલી આવેલ આદિવાસી ઢોડીયા સમાજના લોકો દ્વારા પરજણ ઉજવવામાં આવે છે આ સમાજની ઉત્પતિ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલું બોડવાક ચિતાલી ગામમાં થી ઢોડિયા સમાજની ઉત્પત્તિ થઈ હતી જેમાં વડીલો દ્વારા જાણવા મળ્યું હતું કે ધના અને રૂપા આ બે ભાઈઓ ધોળકા ધંધુકા થી આવી ચિતાલી ગામે વસવાટ કરી ઢોડીયા સમાજની ઉત્પત્તિ કરવામાં આ બે વડીલોનો મહત્વનો ફાળો હતો આ સમાજ ના લોકો પશુ અને ખેતી સાથે સંકળાયેલો અને એ સમાજ ખૂબ મહેનતુ છે. ધના અને રૂપાએ ઢોડીયા સમાજના અલગ અલગ કુળ બનાવી એમનું વિભાજન કરવામાં આવ્યું હતું .જેમાં ઢોડિયા સમાજના 200થી વધારે કુળ છે .આ સમાજના પરિવારમાં જે કોઈ મૃત્યુ પામ્યા હોય એમના આત્માને શાંતિ માટે એક જ કુળના લોકો સગા ગણવામાં આવે છે .જેથી આ પિતૃશ્રાદ્ધ વિધિમાં અલગ અલગ કુળના લોકો ભેગા મળી મૃત્યુ પામેલા પરિવારને શાંતિ મળે એ માટે સમૂહમાં પિતૃશ્રાધની વિધિ કરવામાં આવે છે .અને આ સમાજની એકતા જળવાઈ રહે માટે દર ત્રણ વર્ષે આ પરજાણ ઉજવવામાં આવે છે .આ પરજણમાં તમામ સગા સંબંધીઓ એક દિવસ અગાઉ રાત્રિ રોકાણ કરી સૌ સગા વાલા એકબીજાને મળી અને એમનું સંગઠન અને એકતા જળવાઈ રહે માટે સૌ સાથે મળી રાત્રે ભજન કીર્તન સારંગી જેવા વાજિંત્રો સાથે આખી રાત જાગરણ કરી સવારે કાવેરી નદીના કિનારે સૌ પોતપોતાના પરિવાર માટે બ્રાહ્મણ દ્વારા પિતૃશ્રાદ્ધ કરાવી ત્યારબાદ સૌ સાથે ભોજન લઈ મહિલાઓ ગરીબોને અનાજનોદાન, પૈસાનું દાન ,વસ્ત્રદાન કરી તેમનું પુણ્ય કમાય છે