બી.વી.બૂટાલા હાયર સેકન્ડરી સર્વોદય હાઈસ્કુલ મોડાસાના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો

અમિતકુમાર ઉપાધ્યાય
અરવલ્લી

અરવલ્લી મોડાસા શ્રી.સી.જી. બૂટાલા સેકન્ડરી અને શ્રી.બી.વી. બૂટાલા હાયર સેકન્ડરી સર્વોદય હાઈસ્કુલ મોડાસા ના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના વિધાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો..જેમાં મોડાસા કેળવણી મંડળના માનદ મંત્રી શ્રી કિરીટભાઈ કે. શાહ સાહેબ સાથે તથા શ્રી પિયુષભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા. તેમની સાથે શાળાના આચાર્યશ્રી ડો.આર.સી.મહેતા સાહેબ અને પ્રાથમિક વિભાગ ના આચાર્યા જશોદાબેન પટેલ ઉપસ્થિત રહ્યા તેમજ ત્રણેય વિભાગના સુપરવાઇઝર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.શાબ્દિક સ્વાગત ઉત્તમભાઈ પટેલ સાહેબ દ્વારા થયું વિદ્યાર્થીઓને શ્રી સમીરભાઈ પટેલ અને જયેશભાઈ બોદર સાહેબ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા. કાર્યક્રમની આભાર વિધિ હિતેશભાઈ પટેલ દ્વારા થઈ તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપ્તિબેન પટેલ અને વૈશાલીબેન ભટ્ટ દ્વારા થયું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *