ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ૨૮ ઓકટોબરે કેન્દ્રિય મંત્રીશ્રી પરશોતમભાઈ રૂપાલા અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં ચુંટણી પ્રવાસે છે. આ પ્રવાસમાં તેઓએ અબડાસા વિધાનસભા ક્ષેત્રના ભાજપા ઉમેદવાર શ્રી પ્રદ્યુમન સિંહ જાડેજા ના સમર્થનમાં સમાત્રા, મંગવાણા ગામોની મુલાકાત લીધી હતી અને કોઠારા, કનકપર અને બાદમાં સાંજે નખત્રાણા ખાતે જાહેર સભાને સંબોધી હતી. આ ઉપરાંત રોહા પાટિયા ખાતે કિસાનો સાથે અને નખત્રાણા ખાતે લોહાણા મહાજન સમાજના અગ્રણીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહ્યા. આ જાહેર સભામાં તેમની સાથે રાજ્ય સરકારના મંત્રી શ્રી અને અબડાસા વિધાનસભા બેઠકના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ મહામંત્રી શ્રી અને અબડાસા બેઠકના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી કે.સી પટેલ, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા- તાલુકા ભાજપા પ્રમુખ/ મહામંત્રીશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, સ્થાનિક ભાજપા અગ્રણીઓ, કાર્યકર્તાઓ, સમર્થકો, શુભેચ્છકો સહિત સ્થાનિક જનતા ઉપસ્થિત રહી હતી. આ જાહેર સભાઓને સંબોધતા શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના રાજમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પાણી, વીજળી, આરોગ્ય જેવી મૂળભૂત જરૂરિયાતોમાં ખૂબ જ મુશ્કેલ અને વિકટ પરિસ્થિતિનો અનુભવ એક આખી પેઢીએ કાર્યો છે. છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતની જનતાના આશીર્વાદથી ભાજપાની સરકાર સમાજસેવામાં કાર્યરત છે. રાજ્યની ભાજપા સરકારની કટિબદ્ધતાને કારણે જ પીવાના પાણીની સમસ્યા આજે ભૂતકાળ બની ગઈ છે, ચોવીસ કલાક વીજળી પૂરી પાડીને અંધેરા ઉલેચવાનું ભગીરથ કાર્ય સંપન્ન થઇ શક્યું છે. ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સાતત્યપૂર્ણ પ્રયાસો અને અડીખમ સંકલ્પ શક્તિના પરિણામે ” માં નર્મદા ” ના નીર કેવડિયા કોલોની થી સુદુર છેક કચ્છ સુધી પહોંચ્યા છે. શ્રી રૂપાલા એ કોંગ્રેસની કુનીતી પર પ્રકાશ ફેંક્યા જણાવ્યું હતું કે કોંગ્રેસે ગરીબો, વંચિતો, શ્રમિકો અને કિસાનોનો હંમેશા વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે. આટલા બધા વર્ષો સુધી દેશમાં રાજ કર્યું હોવા છતાં દેશના ગરીબ કે નબળા વર્ગ માટે ન તો કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી કે ન તો લોકોનું હિત થાય તેવી એકપણ નીતિ બનાવી. કેન્દ્રમાં ભાજપા સરકાર સતારૂઢ થયા બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી છેવાડાના માનવી સુધી સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના અને દેશના ગરીબ વર્ગને વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરવાના સ્પષ્ટ વિઝન અને મીશન સાથે અથાક પરિશ્રમ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જ એકધારા પ્રયાસોને કારણે ‘ વોકલ ફોર લોકલ ‘ અને ‘ મેઇક ઈન ઈન્ડિયા’ સમગ્ર દેશમાં જન આંદોલન બની ચૂક્યા છે અને તેઓના સ્વદેશી વસ્તુઓના વપરાશને પ્રોત્સાહન અને પ્રાથમિકતા આપવાના અભિગમને પરિણામે નાના વેપારીઓ, ગૃહ ઉદ્યોગોકારો, સ્વરોજગાર સાથે સંકળાયેલ તમામ વર્ગ માટે સુખ અને સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે.શ્રી રૂપાલા એ જણાવ્યું હતું કે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલની વડપણ હેઠળની સરકારે ભાજપાના જન કલ્યાણકારી અભિગમ અને લોકહિતના વિચારોને ઐતિહાસિક ઊંચાઈ અપાવી છે. ભાજપા ની સરકારો એ હંમેશા જે કહ્યું તે કર્યું. કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારો નિત્ય ગરીબો, ખેડૂતો, શ્રમિકો, વંચિતો, યુવાઓ અને મહિલાઓને સમર્પિત રહી છે. અંતમાં શ્રી રૂપાલાએ અબડાસા વિધાનસભા ક્ષેત્રના ભાજપા ઉમેદવાર શ્રી પ્રદ્યુમન સિંહ જાડેજાને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા હાકલ કરી હતી.
- કેન્દ્રિય મંત્રીશ્રી પરશોતમભાઈ રૂપાલા અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં ચુંટણી પ્રવાસે
- અબડાસા વિધાનસભા ક્ષેત્રના ભાજપા ઉમેદવાર શ્રી પ્રદ્યુમન સિંહ જાડેજા ના સમર્થનમાં સમાત્રા, મંગવાણા ગામોની મુલાકાત લીધી હતી અને કોઠારા, કનકપર અને બાદમાં સાંજે નખત્રાણા ખાતે જાહેર સભાને સંબોધી હતી. આ ઉપરાંત રોહા પાટિયા ખાતે કિસાનો સાથે અને નખત્રાણા ખાતે લોહાણા મહાજન સમાજના અગ્રણીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહ્યા.
- કોંગ્રેસે ગરીબો, વંચિતો, શ્રમિકો અને કિસાનોનો હંમેશા વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે. આટલા બધા વર્ષો સુધી દેશમાં રાજ કર્યું હોવા છતાં દેશના ગરીબ કે નબળા વર્ગ માટે ન તો કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી કે ન તો લોકોનું હિત થાય તેવી એકપણ નીતિ બનાવી. – શ્રી પરશોતમભાઈ રૂપાલા
- રાજ્યની ભાજપા સરકારની કટિબદ્ધતાને કારણે જ પીવાના પાણીની સમસ્યા આજે ભૂતકાળ બની ગઈ છે, ચોવીસ કલાક વીજળી પૂરી પાડીને અંધેરા ઉલેચવાનું ભગીરથ કાર્ય સંપન્ન થઇ શક્યું છે. – શ્રી પરશોતમભાઈ રૂપાલા
- ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સાતત્યપૂર્ણ પ્રયાસો અને અડીખમ સંકલ્પ શક્તિના પરિણામે ” માં નર્મદા ” ના નીર કેવડિયા કોલોની થી સુદુર છેક કચ્છ સુધી પહોંચ્યા છે. – શ્રી પરશોતમભાઈ રૂપાલા
- કેન્દ્રમાં ભાજપા સરકાર સતારૂઢ થયા બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી છેવાડાના માનવી સુધી સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના અને દેશના ગરીબ વર્ગને વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરવાના સ્પષ્ટ વિઝન અને મીશન સાથે અથાક પરિશ્રમ કરી રહ્યા છે. – શ્રી પરશોતમભાઈ રૂપાલા
- પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જ એકધારા પ્રયાસોને કારણે ‘ વોકલ ફોર લોકલ ‘ અને ‘ મેઇક ઈન ઈન્ડિયા’ સમગ્ર દેશમાં જન આંદોલન બની ચૂક્યા છે અને તેઓના સ્વદેશી વસ્તુઓના વપરાશને પ્રોત્સાહન અને પ્રાથમિકતા આપવાના અભિગમને પરિણામે નાના વેપારીઓ, ગૃહ ઉદ્યોગોકારો, સ્વરોજગાર સાથે સંકળાયેલ તમામ વર્ગ માટે સુખ અને સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે. – શ્રી પરશોતમભાઈ રૂપાલા
- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલની વડપણ હેઠળની સરકારે ભાજપાના જન કલ્યાણકારી અભિગમ અને લોકહિતના વિચારોને ઐતિહાસિક ઊંચાઈ અપાવી છે. – શ્રી પરશોતમભાઈ રૂપાલા
