”પાણી બચાવો ” અભિયાન

છેલ્લા ઘણા સમયથી જળ એ જ જીવન એ અભિયાન સાથે ”પાણી બચાવો ” અભિયાન ચલાવતા ભાઈ બહેન નીલ અને વ્રીતીકા એ પ્રકૃતિ માટે પણ શુ સારું થાય તેવું સતત વિચારતા રહે છે. તો તેમણે જોયું કે ધણી વખત આપણે ખુબ નાના છોડ ને પાણી ન આપતા તે તરત જ મૂર્જાય જાય છે. તે પરથી તે બંને ને વિચાર આવ્યો કે ઘણીવાર વૃક્ષારોપણ આપણે એવી જગ્યાએ જ કરીએ છીએ જ્યાં પાણી જલ્દી આપી શકાતું નથી. તેમજ ખાલી જગ્યા હોય ત્યાં કરીએ છીએ જયાં પાણી જલ્દીથી પહોંચતું નથી. તો શરૂઆત માં આ કુંડા ની પધ્ધતિ ખુબ જ ઉપયોગી થાશે. જે આપણે વૃક્ષારોપણ કરીએ છીએ, ને ફોટા પાડીએ તે લગભગ 70 થી 80%સક્સેસ ન જાય. શહેર માં તો અમુક સંસ્થાઓ પિંજરા મૂકીને એવું બનાવી ને કાળજી રાખે છે અને પ્રકૃતિ નું ધ્યાન રાખે છે. આમ બંને બાળકો એ થોડા સમય સુધી માટી ના કુંડા નું સતત નિરીક્ષણ કરી એવું કુંડુ વિકસાવવા નું વિચાર્યું કે જેથી તમે જો તે કુંડા માં કોઈ છોડ રોપો તો તેમાં તમારે પાણી આપી દીધા બાદ ફરી 20 થી 25 દિવસે પાણી આપવું પડે અને તે ઝાડ નું જતન કરે ગામડાઓમાં અને અંતરિયાળ જગ્યાઓ માં આ કુંડા ખુબજ ઉપયોગી સાબિત થશે . આ કુંડુ ગૃહિણીઓ માટે ખુબજ ઉપયોગી છે. બહાર કે ફરવા ( હોલિડેઝ માં ) જતી વખતે છોડ ની ચિંતા રહેશે નહિ. ઉપરાંત હસ્તકલા અને માટીકામ કરતા સમાજ ના લોકો ને પણ અઢળક રોજગારી ઉભી થશે. લોહાણા મહાપરિષદ પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી અને પર્યાવરણ સમિતિ પ્રમુખ શ્રી કિરીટભાઈ ભીમાણી પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે ઊંડો સ્નેહ ધરાવે છે. પ્રકૃતિ માટે લોહાણા મહાપરિષદ ની “પર્યાવરણ સમિતિ ના પ્રમુખ કિરીટભાઈ ભીમાણી ખુબજ કામ કરે છે. અને આવું કાર્ય કરતા લોકોને સતત પ્રોત્સાહન પૂરું પાડે છે. અને અન્ય સમાજે પણ પ્રેરણા લઇ પોતાના સમાજ ની પર્યાવરણ સમિતિ બનાવી જોઈએ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *