મહુવરીયા ગામે શાંતિ શેના ની ભવ્ય પદયાત્રા સંપન્ન થઇ

રિપોર્ટ ,મયુર પટેલ

74માં ગાંધી મેળા ના સમાપન દિવસે મહુવા તાલુકાના મહુવારીયા ગામે કંકારીમોરા ના મેદાન માં વિવિધ શાળા -મહાશાળા ના વિદ્યાર્થી -વિદ્યાર્થીનીઓ એકત્રિત થઇ પરેડ નુ આયોજન કરિયું હતું જેનું સંચાલન મુકુંદભાઈ ટંડેલ, સંજય ભાઈ ગામીત, પ્રેમકુમાર ગૌસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું ગાંધીમેળા દરમ્યાન થતી વિવિધ પ્રવૃત્તિ માની એક એવી મહત્વની આ શાંતિ સેના રેલી નુ વિધિવત ઉદ્ઘાટન પ્રમુખ માનસિંહ ભાઈ પટેલ દ્વારા રાષ્ટ્ર્ર ધ્વજ ફરકાવી કરવામાં આવ્યું, ત્યાર બાદ સલામી, રાષ્ટ્ર્રગીત અને કદમતલ સાથે પદયાત્રા ની શરૂઆત થઇ હતી, વિદ્યાર્થીઓ ના હાથ માં તિરંગા અને કેશરી, સફેદ, લીલા ધ્વજ સાથેની ભવ્ય અને મનમોહક રેલી 3કિલોમીટર જેટલું અંતર ગામ ના વિવિધ ફળીયા માંથી પસાર થતા લોકટોળા જોવા ઉમટી પડિયા હતા ગાંધી વિચાર ગીતો સૂત્રો સાથે ની આ રેલી દાંડી માર્ચ ની યાદોને તાજી કરાવી ગઈ હોય એવો માહોલ ઉભો થતા રેલી જોઈ ગ્રામ જનો અભિભુત થયાં હતા ગ્રામજનો દ્વારા પદયાત્રીઓ માટે પાણી અને બિસ્કીટ ની વ્યવસ્થા કરવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *