સુરત જિલ્લાના કામરેજ શ્રીરામ કબીર હાઇસ્કુલ દ્વારા માતૃ પિતૃ વંદના કાર્યક્રમ ઉજવાયો …

રિપોર્ટ, મયુર પટેલ

 દેશભરમા પાશ્ચાત્ય સંસ્કૃતિ મુજબના અનુકરણ કરતા હોય ત્યારે સમાજમાં અને બાળકોમાં ભારતીય સંસ્કૃતિનો વ્યાપ વધે અને સાચા અર્થમાં ચરીતાર્થ કરવા તેમજ બાળકો માતા પિતા નું મહત્વ સમજે તથા બાળકોમાં સંસ્કારો નું સિંચન થાય તેવા શુભ વિચારો સાથે રામ કબીર સ્કૂલમાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ
આ અંગે વિશેષ માહિતી મુજબ સુરત જિલ્લાના કામરેજમાં રામ કબીર હાઇસ્કુલ ના આચાર્ય શ્રી શૈલેષભાઈ દેસાઈ દ્વારા 14 ફેબ્રુઆરી એટલે માતૃ પિતૃ વંદના કાર્યક્રમ રાખવામાં આવેલ
 આ કાર્યક્રમમાં આશરે 700 જેટલા બાળકો ઉપસ્થિત રહ્યા હતા. તમામ બાળકોના માતા-પિતા ની ઉપસ્થિતિમાં બાળકોએ માતા-પિતા ને કંકુ ચાંદલા કરી આરતી કર્યો હતો. ત્યારબાદ પ્રદિક્ષણા ફરીને માતા પિતા પ્રત્યેનો ઋણ અને શ્રદ્ધા વ્યક્ત બાળકોએ કરેલ
 કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે દિલીપભાઈ માદળીયા એ પોતાના પ્રભાવી વક્તવ્યમાં માતા-પિતા નું જીવનમાં સ્થાન અને તેમના મહત્વની ઝાંખી કરાવી હતી માતા પિતા પ્રત્યે નો

અર્પણ કર્યા આ કાર્યક્રમમાં તમામ લોકો ભાવવિભોર થયા હતા
ભારતીય વિદ્યામંડળના પ્રમુખ અરવિંદભાઈ ભક્ત માનદ મંત્રી વિનુભાઈ ભક્ત તથા પરેશભાઈ ભક્ત ફરસરામ ઉપાધ્યાય તથા શાળાના આચાર્ય શૈલેષભાઈ દેસાઈ નિરીક્ષક તરીકે જયંતી ભાઈ પટેલ ઉત્તર માધ્યમિક ના કેતન ભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમના મહેમાન પદે સામાજિક કાર્યકર્તા એવા ભરતભાઈ ચૌધરી, ભરતભાઈ ટાંક, જીતેશભાઈ ભંડેરી કમલભાઈ માહોલ, કમલેશભાઈ તલસાણીયા અશોકભાઈ ચોટલીયા કિશોરભાઈ ભાલાળા તથા મહિલા આગેવાનોમાં નીલમબેન અરુંકર બબીતા બેન જૈન ખાસ ઉપસ્થિત રહેલ
કાર્યક્રમના અંતે વંદે માતરમ ગીત બાદ કાર્યક્રમનો પુર્ણાવતી થઈ હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *