લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિના ચેરમેન કિરિટભાઈ ભીમાણીએ ડીસા જલારામ મંદિરે લીધો દર્શનનો લાભ


વિશ્ર્વ લોહાણા મહાપરિષદની પર્યાવરણ સમિતિના ખૂબ જ કર્મઠ,ઉત્સાહી, સકારાત્મક તેમજ સક્રિય ચેરમેન કિરિટભાઈ ભીમાણી તેમજ સાથી સદસ્ય હેમંતભાઈ ઠકકર ડીસા જલારામ મંદિરે દર્શનાર્થે પધારતાં તેમનું જલારામ દર્શન ગ્રંથ તેમજ જલારામ બાપાના મોમેન્ટોથી ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.જય જલારામ ટ્રસ્ટ ડીસાના પ્રમુખ કનુભાઈ આચાર્યે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.આ દિવ્ય અવસરે લોહાણા મહાપરિષદ ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુ,મંત્રી લીલાધરભાઈ આચાર્ય,પર્યાવરણ સમિતિ બનાસકાંઠાના ચેરમેન મહેશભાઈ ઉડેચા,રઘુવંશી લોહાણા સમાજ ડીસાના આગેવાનો જયંતિભાઈ ઓઢાવાળા,ડાયાભાઈ એચ.ઠકકર,દિનેશભાઈ ચોક્સી,આર.ડી.ઠકકર,દિલીપભાઈ રતાણી,દેવચંદભાઈ એન.ઠકકર,દીલીપભાઈ વકીલ,આનંદભાઈ પી.ઠકકર,ભાવેશભાઈ જોબનપુત્રા,નરેશભાઈ ઉડેચા,વાસુભાઈ ઠકકર,શારદાબેન આચાર્ય,સુરેશભાઈ વકીલ,ગણપતભાઇ અખાણી સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી લોહાણા મહાપરિષદના આગેવાનોનું સ્વાગત કર્યું હતું.પર્યાવરણ સમિતિના ચેરમેન કિરિટભાઈ ભીમાણીએ જળ બચાવો,પ્લાસ્ટિક હટાવો,વૃક્ષો વાવો,ઈવેસ્ટ,જૈવિક ખેતી જેવા વિષયોને અનુલક્ષીને વિગતવાર માહિતી આપી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *