
અંકલેશ્વર ના પૌરાણીક અંતરનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિતે ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરાયું


કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર ના શિવાલયો માં આગામી મહા શિવરાત્રી નિમિતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ,શહેર ના પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિતે ભષ્મ આરતી સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે , મહા શિવરાત્રી ના મહા પર્વ ના આગમન ને હવે ગણતરી ના દિવસો રહ્યા છે ત્યારે અંકલેશ્વર ના શિવાયલો માં મહા શિવરાત્રી ની તડામાર તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ,જેના નામ પરથી અંકલેશ્વર નું નામ પડ્યું છે એવા અંતરનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી ના મહા પર્વ નિમિતે પાલખી યાત્રા ,વહેલી સવારે ભષ્મ આરતી સહીત વિવિધ ધાર્મીક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે ,શહેર ના રત્નેશ્વર ,માર્કંડેશ્વર ,એકલીંગ નાથ ,માંડવેશ્વર , માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રી ની તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ,શહેરના તમામ શિવાલયો ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે
