
ડીસા શહેરમાં આવેલી ઠક્કર સોસાયટીમાં રહેતા નર્મદાબેન કાંતિલાલ ઠક્કરનું ગત ગુરુવારે આકસ્મિક અવસાન થયું હતું જેમની આત્માની શાંતિ માટે પરિવારજનો તથા તેમના પુત્રવધુ રંજનબેન ઠક્કર (સાયલા પરિવાર) દ્વારા પોતે ફરજ બજાવતા એવી કંસારી પ્રાથમિક શાળા ખાતે શાળાના 500થી વધુ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું ત્યારે શાળા પરિવાર તરફથી અને ગ્રામજનો તરફથી સ્વર્ગસ્થ નર્મદાબા ના દિવ્ય આત્માને પ્રભુ પરમ શાંતિ અર્પે અને તેમના પરિવાર પર આવી પડેલ આ કપરી આફતને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી ત્યારે શાળાના શિક્ષિકા રંજનબેન ઠક્કર (સાયલા પરિવાર)અને તેમના પરિવારજનોએ શાળા પરિવાર અને ગ્રામજનોનો અંતઃકરણથી આભાર માન્યો હતો