



કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
શિવ ભક્ત કાગ ની અનોખી શિવ ભક્તિ અંકલેશ્વર માં જોવા મળી રહી છે. અંકલેશ્વર ના પૌરાણીક અંતરનાથ મહાદેવ મંદિર માં સવારે 11 કલાકે અચૂક હાજરી જોવા મળી રહી છે. મંદિર ના પૂજારી મંદિર માં સફાઈ પૂર્ણ કરે એટલે તરત જ કાગડો ઉડી જાય છે. છેલ્લા છ મહિનાથી કાગડા ના નિત્યક્રમ ના આગમન થી લોકો પણ ટેવાઈ ગયા છે.અને મંદિર ની દીવાલ ઉપર કાગડા ની બેઠક અચૂક જોવા મળે છે.
માનો યા ના માનો અથવા જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવા ની શું જરૂર હોય છે. મોટા ભાગે શિવ મંદિરમાં આપણે કબૂતર અચૂક જોવા મળતા હોય છે. પણ અંકલેશ્વર નગર જે મંદિર પર થી અને જેના તપથી ભગવાન શિવ પ્રસન્ન થયા હતા એવા અક્રૂરેશ્વર મહાદેવ મંદિર જે હાલ અંતરનાથ મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે.આ પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિર ખાતે છેલ્લા 6 મહિનાથી અનોખી ઘટના જોવા મળી રહી છે. અહીં છેલ્લા 6 મહિનાથી એક કાગડો રોજ સવાર ના 11 કલાક ની આસપાસ મંદિર પર આવે છે અને ગમે ત્યાં નહિ પણ શિવલિંગ ના દર્શન થાય એ રીતે દીવાલ પર બેસી રહે છે. અને નિત્યક્રમ મુજબ એક જ સ્થાન પર બેસી રહે છે અને મંદિર ના પૂજારી ચિરાગભાઈ ભટ્ટ મંદિર ની સાફ સફાઈ પૂર્ણ ન કરે ત્યાં સુધી ત્યાં જ બેસી શિવલિંગ તરફ નજર જમાવી કા -કા કરતો હોય છે પૂજારી મંદિર માં સાફ સફાઈ પૂર્ણ કરે ત્યાર બાદ ત્યાં થી ઉડી જાય છે. જે સ્થાન ઉપર કાગડો બેસે છે. તેની નીચે દર્શનાર્થીઓ માટે ન બેઠક છે. છતાં ત્યાં થી તે ખસતો નથી એટલું જ નહિ મંદિર ને અડી ને જાહેર રોડ આવેલો છે જ્યાં અનેક વાહનો અવર જવર અને હોર્ન નો ઘોંઘાટ હોવા છતાં પણ કાગડા ને કોઈ ફરક પડતો નથી. ત્યારે છેલ્લા 6 મહિનાથી કાગડા નો નિત્યક્રમ થઇ ગયો છે.અને મંદિરે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ પણ ટેવાઈ ગયા છે.. ત્યારે કાગડા ની શિવ ભક્તો કહો છે ભગવાન પ્રત્યે ની આસ્થા બસ તેના આગમન થી અને તેના અવાજ થી મંદિર ગુંજી ઉઠે છે
