







કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર ના શેઠના હોલ ખાતે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરોના ત્રાસ અને આર્થિક શોષણમાંથી મુક્તિ અપાવવા માટે ડીવાયએસપી ચિરાગ દેસાઈ ની અધ્યક્ષતા હેઠળ લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ,રાષ્ટ્રીયકૃત બેંકો , સહકારી બેંકો ,ખાનગી બેંકો ,સહીત સરકારી યોજના ના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યા માં જરૂરિયાત મંદ લોકો ઉપસ્થિત રહ્યા હતા ,
રાજ્ય સરકાર દ્વારા તમામ શહેરોમાં વ્યાજખોરોના ત્રાસ અને આર્થિક શોષણમાંથી મુક્તિ અપાવવા જરૂરત મંદો માટે લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પોનું આયોજન હાથ ધરાઇ રહ્યું છે. રાજ્ય સરકારે વ્યાજખોરો સામે કડક કાર્યવાહીની હાથ ધરેલી ઝુંબેશ વચ્ચે હવે આવા લોકોની ચૂંગાલમાંથી મુક્તિ મળે તે માટે બેંકોના સહયોગથી લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જરૂરિયાત મંદ લોકોને લોન મળી રહે અને તેઓ વ્યાજખોરોના ચૂંગલમાં ન ફસાઈ તે માટે પોલીસ વિભાગ આગળ આવ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જિલ્લા માં લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પો નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માર્ગદર્શન કેમ્પ ના ભાગરૂપે અંકલેશ્વર શહેર માં આવેલ શેઠના હોલ ખાતે અંકલેશ્વર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ ની અધ્યક્ષતા હેઠળ લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ,રાષ્ટ્રીય કૃત ,બેંકો ,સહકારી બેંકો ,ખાનગી બેંકો ,મહિલા અને બાળ અધિકારી કચેરી ભરૂચ ,અંકલેશ્વર નગર પાલિકા ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ માં મોટી સંખ્યા માં ઉપસ્થિત જરૂરિયાત મંદ લોકો ને વિવિધ લોન તેમજ સરકાર ની યોજના ની લોન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ,તેમજ બેંકો દ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જ્યાં લોકો એ લોન અંગે જરૂરી માર્ગદર્શન મેળવી લોન અંગે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ પ્રસંગે નગર પાલિકા ના પ્રમુખ વિનય વસાવા ,અંકલેશ્વર શહેર ,ગ્રામ્ય ,જીઆઇડીસી ,અને શહેર બી ડીવીજન પોલીસ મથક ના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા