સિદ્ધપુરમાં રાધે ગ્રુપના ભવ્ય ‘રાસોત્સવ ૨૦૨૬’માં લોકલાડીલા ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિ

મા જગદંબાની આરતી કરી સિદ્ધપુરની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે માંગ્યા આશીર્વાદ, સુંદર આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા

સિદ્ધપુરના લોકલાડીલા અને લોકપ્રિય ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે ગતરોજ રાધે ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય ‘રાસોત્સવ ૨૦૨૬’ નવરાત્રી મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.આ પ્રસંગે માનનીય ધારાસભ્યશ્રીએ મા જગદંબાની વિધિવત પૂજા-આરતી કરી દિવ્ય દર્શનનો લાભ લીધો હતો. ત્યારબાદ તેમણે સમગ્ર સિદ્ધપુર પંથકની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને પ્રજાના કલ્યાણ માટે મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા હતા.
રાસોત્સવના આયોજનને બિરદાવતા શ્રી રાજપૂત સાહેબે જણાવ્યું હતું કે, રાધે ગ્રુપ દ્વારા કરવામાં આવેલી અદભુત વ્યવસ્થા, મંત્રમુગ્ધ કરતું વાતાવરણ અને શિસ્તબદ્ધ આયોજન ખરેખર પ્રશંસનીય છે. ભારતીય સંસ્કૃતિ અને ભક્તિના પ્રતીક સમાન આ નવરાત્રી ઉત્સવ ઉત્તરોત્તર વધુ સફળતા મેળવે અને નવી ઊંચાઈઓ સર કરે તેવી હૃદયપૂર્વકની મંગલ કામનાઓ તેમણે પાઠવી હતી.આ પ્રસંગે તેમણે રાધે ગ્રુપના તમામ આયોજક સભ્યો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેલૈયાઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.આ ભવ્ય કાર્યક્રમમાં શ્રી રણજીતસિંહ સોલંકી, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી કૌશલભાઈ જોશી, શ્રી અંકુરભાઈ મારફતિયા, શ્રી જયેશભાઈ પંડ્યા, શ્રી દશરથભાઈ પટેલ, શ્રી સંજયભાઈ શુક્લા, શ્રી જેકી ભાઈ, શ્રી નિરંજનભાઈ ઠાકર, શ્રી કિરણબેન પંડ્યા, શ્રી જશુભાઈ પટેલ, શ્રી હિતાર્થભાઈ શુક્લા સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને ખેલૈયાઓ હાજર રહ્યા હતા અને માતાજીના ગરબે ઘૂમીને ધન્યતા અનુભવી હતી.