જન્મદિવસની અનોખી રીતે ઉજવણી સાથે તિથિ ભોજન

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

ગુજરાત સરકાર દ્વારા ચાલતી પ્રાથમિક સ્કૂલો જેના અંદર માં નાના ભણતા ભૂલકાઓ બાળકોને આજે સરકાર દ્વારા સ્કૂલોમાં મધ્યાન ભોજન યોજના શરૂ કરી અને બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવતો હોય છે ત્યારે તેમાં એવો પણ એક નિયમ છે કે સ્કૂલોમાં ગ્રામજનો અથવા તો કોઈપણ વ્યક્તિ દ્વારા તેમને તિથિ ભોજન પીરસવામાં આવે. છે જેના કારણે બાળકો કુપોષણ અથવા તો કોઈ બાળક ભૂખ્યું ન ભણે તેવા સરકારના અભિગમ રહેતા હોય છે ત્યારે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં સાકરીયા ગામના હનુમાન મોરી પ્રાથમિક સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ચેતનાબેન કડિયા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે બાળકોને ખુબ સરસ તિથિ ભોજન પીરસવામાં આવ્યું હતું જે આજે બાળકોને ખૂબ આનંદ થયો હતો ત્યારે એવું કહેવાય છે કે તો તમે જન્મદિવસ બાર હોટેલ માં ઉજવો છો અને ખોટા ખર્ચ કરો છે અને લોકો વેસ્ટન કલ્ચર તરફ વળી વળી રહ્યા છે ત્યારે એ છોડી આવા અંતરિયા વિસ્તારમાં વસતા નાના ભૂલકાઓને આવા ભોજન તથા વ્યંજનો જમવા નથી મળતા તો ખરેખર આવી શાળાઓમાં તમે જમાડો તો ખરેખર સાચે જ અર્થમાં તમારો જન્મદિવસ ની ઉજવણી ખુશી મળશે તો આ જન્મદિવસ ની ઉજવણી ને શાળા ના પ્રિન્સીપાલ આશિષભાઈ પટેલે બિરદાવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *