કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડીની બેવડી સિદ્ધિ

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે

દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા, કલા મહા કુંભ 2023 નાં ગરબા સ્પર્ધાનું આયોજન તા.21,22 ફેબ્રુઆરીનાં રોજ વ્યારા મુકામે થયું હતું. તેમાં કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડીનાં બહેનો એ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. એક અઠવાડિયામાં બીજી સિદ્ધિ મેળવી છે.રાસ અને ગરબા બંને ટીમ રાજ્ય કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લઈ દક્ષિણ ગુજરાત પ્રદેશનું પ્રતિનિધિત્વ કરશે.ગ્રામ સેવા સમાજના પ્રમુખશ્રી,કોલેજના આચાર્યશ્રી તથા અધ્યાપક મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા. હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ સારો દેખાવ કરવા કોલેજ પરિવારે તેમજ શુભેચ્છક મિત્રો એ આશીર્વાદ પાઠવ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *