આહવા ખાતે યોજાશે ડાંગની ઐતિહાસિક પરંપરાને ઉજાગર કરતો ડાંગ દરબાર-૨૦૨૩

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે તા.૨જી માર્ચે ડાંગ દરબારને ખુલ્લો મુકાશે : રાજવીશ્રીઓનું કરાશે અદકેરું સન્માન

તા.૨ થી ૬ માર્ચ દરમિયાન આહવાના રંગમંચ ઉપર યોજાશે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો :

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: 27: ડાંગ જિલ્લાની પરંપરા અનુસાર પ્રતિવર્ષ યોજાતા ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાનું આ વર્ષે પણ, હોળીના તહેવાર અગાઉ એટલે કે તા.૨ થી ૬ માર્ચ ૨૦૨૩ ના દિવસો દરમિયાન આયોજન કરાયું છે.

ડાંગ દરબારની પરંપરા મુજબ રાજવીશ્રીઓની ભવ્ય શોભાયાત્રા બાદ રંગ ઉપવન ખાતે આયોજિત ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, રાજયપાલશ્રીના હસ્તે ડાંગના પાંચ રાજવીશ્રીઓ તથા તેમના ભાઉબંધોનું અદકેરું સન્માન કરવા સાથે, તેમને પાનબીડા અર્પણ કરી ટોકન રૂપે પોલિટિકલ પેંશન એનાયત કરશે. આ રીતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે ડાંગ દરબારનો ભવ્ય પ્રારંભ કરવામાં આવશે.

તે પૂર્વે સવારે આહવાના મુખ્ય માર્ગો ઉપર રાજવીશ્રીઓની ભવ્ય શોભાયાત્રા યોજાશે. જેમાં શણગારેલી બગીઓમાં સવાર રાજવીશ્રીઓ, પ્રજાજનોનું અભિવાદન ઝીલશે. જિલ્લા સેવા સદન ખાતેથી નિકળનારી આ શાહીબસવારી આહવાના મુખ્ય માર્ગ ઉપર ફરીને રંગ ઉપવન ખાતે પહોંચશે. જ્યાં રાજ્યપાલશ્રી દ્વારા રાજવીશ્રીઓના સન્માન સાથે ડાંગ દરબાર નો ભવ્યાતિભવ્ય પ્રારંભ થશે.

ત્યાર બાદ ડાંગ દરબારનો મેળો મહાલવા આવતા પ્રજાજનો માટે તા.૨ થી ૬ માર્ચ દરમિયાન દરરોજ સાંજે રંગ ઉપવન ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *