


સર્કિટ હાઉસ,ડેડીયાપાડા ખાતે ‘બુથ સશક્તિકરણ અભિયાન’ અંતર્ગત ડેડીયાપાડા મંડલની વર્કશોપ યોજાઈ.જેમાં મજબૂત સંગઠનના આધાર બુથને મજબૂત બનાવવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું અને ચર્ચા વિચારણા થઈ. આ પ્રસંગે પૂર્વ મંત્રી મોતીભાઈ વસાવાજી,જિલ્લા મહામંત્રી નીલકુમાર રાવ, જિલ્લા ઉપપ્રમુખ શંકરભાઈ વસાવાજી,જિલ્લા પંચાયત સદસ્ય હિતેશભાઈ વસાવાજી,ડેડીયાપાડા મંડલના પ્રમુખ અને મહામંત્રી, તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યો, શક્તિકેન્દ્રની બુથ સશક્તિકરણ અભિયાનની ટીમ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
સંગઠનની મજબુતીનો આધાર બુથ હોય છે.બુથ સશક્ત હોય તો સંગઠનનો મજબુત વિસ્તાર થઈ શકે. બુથને સશક્ત કરવા માટેના બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત આજે ઉત્તર બુનિયાદી શાળા, દતવાડા ખાતે જિલ્લા મહામંત્રી નીલકુમાર રાવની અધ્યક્ષતામાં તથા જિલ્લા ઉપપ્રમુખ શંકરભાઈ વસાવાજી, જિલ્લા ઉપપ્રમુખ કિરણભાઈ વસાવાજી, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હિતેશભાઈ વસાવાજીની વિશેષ ઉપસ્થિતિમાં સાગબારા મંડલની વર્કશોપ યોજાઈ.જેમાં બુથની કાર્યક્ષમતામાં વધારો થાય એ સંદર્ભે કાર્યકર્તાઓને ઉત્તમ માર્ગદર્શન આપવામાં આવ્યું.આ પ્રસંગે જિલ્લા મંત્રી ચંદાબેન વસાવાજી,પ્રભારી ફુલસિંગભાઈ વસાવાજી, મંડલના પ્રમુખ,મહામંત્રી, બુથ સશક્તિકરણ ટીમ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
