ડીસા કોલેજના યજમાન પદે યોજાયું વેસ્ટઝોન યુનિવર્સિટી ક્રિકેટ બહેનોનું સિલેક્શન

ડીસા કોલેજમાં તાજેતરમાં વેસ્ટઝોન ક્રિકેટ ભાઈઓ માટેનો પસંદગી કેમ્પ યોજાયેલ એમ આજે પણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ક્રિકેટ બહેનોનું સિલેક્શન ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના યજમાન પદે ટી.સી.ડી ગ્રાઉન્ડ ખાતે તારીખ 28 ફેબ્રઆરી  2023 ના રોજ સવારે ૯:૦૦ કલાકે  યોજાયેલ જેમાં  , મહિલા કોલેજ ઊંઝા,  ,ડીસાકોલેજ , ,  કોમર્સ પાટણ, પી.જી ભવન  પાટણ,આર્ટસ પાટણ, કાંટ કોલેજ,  મોડાસા કોલેજ હિંમતનગર કોલેજ,આર્ટસ કોલજ પાલનપુર, સાયન્સ કોલેજ પાલનપુર વગેરેની વિવિધ કોલેજોના 22 વિદ્યાર્થી બહેનોએ ભાગ લીધેલ.આ સિલેકશન માં યુનિવર્સિટીમાંથી ડૉ.કિરીટભાઈ પટેલ, ડૉ. અજિતભાઈ ઠાકોર,બિરેન ચૌધરી , ડૉ.આર. ડી ચૌધરી સિલેકશન કમિટીના મેમ્બરશ્રીઓ હાજર રહી ખેલાડીઓનું પરફોર્મન્સ તપાસી યુનિવર્સિટીની ટીમનું સિલેકશન કરેલ
આ કેમ્પનું સુંદર અને સફળ આયોજન ડી.એન.પી. કોલેજ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડૉ. આર. ડી.ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.અને ટી.સી.ડી ના કોચશ્રી વિપુલભાઈ આલે ખુબજ સહકાર આપેલ. બનાસકાઠા મહિલા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ ડૉ.રાજુલબેન દેસાઈ,અને કોલેજના ટ્રસ્ટીશ્રીઓએ બહેનોને ઉચ્ચ પર્ફોર્મન્સ આપી યુનિવર્સિટીનું નામ રોશન કરવા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલ અને આયોજકોને અભિનંદન પાઠવેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *