આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેક્ટર શ્રી ડી.એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને મળેલ બેઠક

રિપોર્ટ : બીના પટેલ

આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી આણંદ દ્વારા આણંદ ટાઉનહોલ ખાતે આજે તા. ૧ લી માર્ચના રોજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેક્ટર શ્રી ડી.એસ.ગઢવીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ મહિલાઓ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લે તેમજ દિકરીઓ સશક્ત અને સુપોષિત થાય, ભણતરમાં આગળ વધે અને ઉજ્જવળ ભવિષ્ય પ્રાપ્ત કરે તે માટે જાગૃતતા ફેલાવવા સંબંધિતોને અપીલ કરીને કાર્યક્રમના આયોજન અંગે જરૂરી સુચનો આપ્યા હતા. તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ફરજાના ખાને કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના સહિત સબંધિત વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *