મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી ખાતે ઇંગ્લિશ ટિચિંગ સ્કૂલ (ETS) નો શુભારંભ કરવામાં આવ્યું

આઝાદી પહેલાં થી જ ભારત ના નાગરિકો આત્મનિર્ભર બને અને એ નાગરિકો ભારત દેશને આત્મનિર્ભર બનાવી વૈશ્વિક સ્તરે ભારત ને મહાસત્તા તરીકે સ્થાપિત કરે એ ઉદ્દેશ્ય સાથે ઈ.સન ૧૯૦૨ માં જે શિક્ષણ સંસ્થાન નું નીવ નાખવામાં આવ્યુ હતું એવી ખેડા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતું ૧૨૨ વર્ષથી સતત અને સક્રિય રહી સફળતાના સોપાન સર કરી અગ્રેસર સિદ્ધિ હાંસલ કરનાર ETS ( ઈંગ્લિશ ટીચિંગ સ્કૂલ ) જેની નડિયાદમા બે શાખા ચાલી જ રહી છે અને હવે નવી શાખા મહેમદાવાદ તાલુકા ના વાંઠવાડી ખાતે શુભ શરૂઆત કરવામાં આવી છે. આ શાળા માં કે.જી. થી લઈને ધોરણ ૧૨ સુધી CBSC અને GSEB ના વર્ગો ચલાવવામાં આવશે સાથે સાથે વિધાર્થીઓ ના સર્વગ્રાહી વિકાસ થાય તેવા ઉમદા હેતુ થી વિવિધ રચનાત્મક અભિગમ સાથે તેમજ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને હવે નડિયાદ સુધી દૂર ના જવું પડે એટલે મહેમદાવાદ ના વાંઠવાડી મુકામે Ets દ્વારા સર્વ વિકાસની પરિસ્થિતિને ધ્યાન માં રાખી શિક્ષણ આપવામાં આવશે.

શાળાની શુભ શરૂઆત ગુજરાત ના પૂર્વ કેબિનેટ મંત્રી અને મહેમદાવાદ ના વર્તમાન ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણના શુભ હસ્તે કરવામાં આવ્યું.

આ શુભ અવસર પર કમલમ બ્યુરો ચીફ રાકેશ ક્ષત્રિય દ્વારા શાળાના ટ્રસ્ટી અને આચાર્ય ને અખંડ ભારતના નિર્માતા અને એકતા ના શિલ્પી એવા સરદાર વલલભભાઈ પટેલ નું ફોટો ફ્રેમ શુભેચ્છા સ્વરૂપ પાઠવવામાં આવ્યું.

કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી કેવલભાઈ રમેશભાઈ પટેલ, નિકુંજભાઈ પટેલ, સી એ રાજન આનંદપરા, ETS સ્કુલના હોદેદારો આચાર્ય દીપાબેન કૃણાલભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ, લોવેના ગ્રુપ તથા આજુબાજુ ગામના સરપંચો, વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને વિધાર્થીઓ એ શાળાની મુલાકાત કરી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM