સુમુલ ડેરીના પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલ દ્વારા સોનગઢ તાલુકાની સાદડવેલ દૂધ મંડળીના અદ્યતન દૂધઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

રિપોર્ટ ,મયુર પટેલ

સોનગઢ તાલુકાના અત્યંત છેવાડાના સાદડવેલ ગામની દૂધ ઉ. સહકારી મંડળી લિ.ના તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ નવા મકાનનું ઉદઘાટન અને લોકાર્પણ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં સોનગઢ તાલુકના ડીરેક્ટર શ્રી કાંતિભાઈ ગામીતે સ્થાનિક ભાષામાં તાલુકામાં દૂધ સહકારી પ્રવૃત્તિનો વ્યાપ વધારી ઓલાદ સુધારણા,પશુઆહાર,બુલેટ ઘાસ,વેટરનરીની વિવિધ સેવાઓ થકી દુધના વ્યવસાયને વધુ સમૃદ્ધ બનાવવા માટે અસરકારક વ્યક્તવ્ય આપ્યું હતું.
સમારંભના પ્રમુખ શ્રી માનસિંહ પટેલે સાદડવેલ દૂધ મંડળીની ૭૦ લીટરથી ૧૭૦૦ લિટર સુધીની સફર માટે તેમજ મંડળીએ રૂ|.૩૫ લાખ સ્વ.ભંડોળ અને સુમુલની રૂ|.૩.૫૦ લાખની સહાયથી જે અદ્યતન સુવિધાવાળું મકાન આ અત્યંત ઊંડાણના વિસ્તારમાં બનાવ્યું તે માટે દૂધ મંડળીના હોદ્દેદારોની નમૂનેદાર કામગીરી બિરદાવી હતી. મંડળીમાં પ્રમુખશ્રી અને મંત્રી સર્વોત્તમ વધુ દૂધ ભરે છે તેની પણ નોંધ લીધી. વધુમાં તેઓએ ગાંધી વિચારો અને ગાંધીજીની કલ્પનાના ગ્રામ વિકાસને સ્પર્શતા મુદ્દાઓ,દૂધ-કૃષિ વ્યવસાય, સજીવ ખેતી, વ્યસન મુક્તિ, બાયોગેસ,શિક્ષણ,સ્વચ્છતા,પર્યાવરણ જાળવણી થકી સૌને આત્મનિર્ભર કઈ રીતે બની શકાય તે સમજાવ્યું હતું. સુમુલના વિકાસ અને આગામી આયોજનથી ઉપસ્થિત સૌને માહિતગાર કરી અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે સુમુલ ડેરીના ડીરેક્ટર શ્રી રીતેશભાઈ વસાવા,શ્રી જયેશભાઈ પટેલ,શ્રી સુનીલભાઈ ગામીત,શૈલેશભાઈ પટેલ,શ્રી રેસાભાઈ ચૌધરી, એમડી શ્રી અરુણ પુરોહિત,જીલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તથા દૂધ મંડળીના દૂધ ભરતા મહિલા સભ્યો સહિતના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આભારવિધિ મંડળીના ઉપપ્રમુખ શ્રી શાંતિલાલ ગામીતે કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *