વ્યારા ખાતે બારડોલી સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષ સ્થાને નેશનલ હાઇવે 53 અંગે બેઠક

કમલમ ન્યુઝ. (વ્યારા તાલુકા બ્યુરો ચીફ) સમીર શાહ.

તા.૨૮: વ્યારા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે બારડોલી સાંસદશ્રી પરભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવે,નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે.વલવી, પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રીઓની ઉપસ્થિતિમાં નેશનલ હાઈવે 53 અંગે એક બેઠક યોજાઇ હતી. જેમાં એન એચ એ આઈ ના અધિકારીઓ તેમજ અરજદારોએ ઉપસ્થિત રહી તેઓના પ્રશ્નો બાબતે ચર્ચા કરી હતી.

આ બેઠકમાં ઉપસ્થિત હાઇવે પર આવતા ગામોના રહેવાસીઓ દ્વારા જમીન સંપાદન અંગે હાઇવે બનશે ત્યારે પડનારી તકલીફો બાબતે પોતાની રજૂઆતો કરી હતી. જેમાં ડોલવણના વાંકલા ખાતેના કેટલાક સ્થાનિકોની જમીનો સંપાદનમાં જાય છે તેઓ પૈકી અમુક લોકો દ્વારા હાઇવેને થોડો ડાયવર્ટ કરાય એવી માંગણી કરી હતી જ્યારે અન્ય ખેડૂતો એ જમીન સંપાદન માં જાય છે એનું યોગ્ય વળતર મળે એ અંગે રજૂઆતો કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *