વેડછી પ્રદેશ સેવા સિમિત વાલોડ સંચાલિત વિનય મંદિર ગ્રામભારતી કહેર-કલમકુઈ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તથા ધોરણ-10નો શુભેચ્છા સમાંરભ રાખવામાં આવ્યો

કમલમ ન્યૂઝ રાકેશ વાળા

વેડછી પ્રદેશ સેવા સિમિત વાલોડ સંચાલિત વિનય મંદિર ગ્રામભારતી કહેર-કલમકુઈ તા.વાલોડ જિ.તાપીમાં 28મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તથા ધોરણ-10નો શુભેચ્છા સમાંરભ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માટે વેડછી પ્રદેશ સેવા સમિતિનાં પ્રમુખશ્રી તરલાબા, પ્રાથમિક શાળા કહેર,કલમકુઈ અને ધામોદલાનાં શિક્ષકમિત્રો અને વિદ્યાર્થીમિત્રો જોડાયા હતા તેમણે વિજ્ઞાન વિષય પર વકતૃત્વ સ્પર્ધા તેમજ વિનય મંદિર ગ્રામભારતીનાં બાળકોએ પ્રયોગ નિદર્શન કર્યું હતું, મુકેશભાઇ શાહ દ્વારા જુના ચલણી સિક્કા અને જૂની નોટોનું નિદર્શન કરવામાં આવ્યું હતું, સને 2021-22માં ધોરણ-9 અને 10માં પ્રથમ, દ્રિતીય અને તૃતીય તેમજ વક્તૃત્વ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીને વાલોડ કેળવણી મંડળના મંત્રીશ્રી અશ્વિનભાઈ શાહનાં સૌજન્યથી પારિતોષિક ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને ધોરણ-10નાં તમામ વિદ્યાર્થીમિત્રોને શુભેચ્છા પાઠવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *