સર પી.ટી.સાયન્સ કોલેજ મોડાસાના ૬૩માં વાર્ષિક ઉત્સવની ઉજવણી રંગા રંગ કાર્યક્રમ સાથે કરવામાં આવી

ધી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત સર પી.ટી સાયન્સ કોલેજ, મોડાસાનો ૬૩ માં વાર્ષિક ઉત્સવની રંગારંગ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સમારંભ અધ્યક્ષ તરીકે શ્રી નવીનચંદ્ર.આર.મોદી, ઉદ્ઘાટક તરીકે પ્રિ. ડૉ. સુભાષ બ્રહ્મભટ્ટ મુખ્ય મહેમાન તરીકે શ્રી જયેન્દ્ર ભટ્ટ અને અતિથિ વિશેષ તરીકે શ્રી સુભાષભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી ડૉ. કે.પી.પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું. ત્યારબાદ સુવર્ણ ચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધતા ડૉ. સુભાષ બ્રહ્મભટ્ટ દ્વારા પ્રવર્તમાન સમયમાં યુવાનોએ જાગૃત થઈ ઇનોવેશન કરવાની જરૂર તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત મુખ્ય મહેમાનશ્રી દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચતમ કારકિર્દી નિર્માણ માટે સખત મહેનત કરવાની વાત કરી હતી. સંસ્થાના પ્રભારી મંત્રીશ્રી સુભાષભાઈ શાહે તેમજ સમારંભ અધ્યક્ષ શ્રી નવીનચંદ્ર.આર.મોદી દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક પ્રવચન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના અધ્યાપકોની પ્રગતિ યાત્રાનું આલેખન કેમિસ્ટ્રી વિભાગના અધ્યક્ષ શ્રી ડૉ. ડી.આર.ફુદાણી અને કાર્યક્રમની આભાર વિધિ ડૉ. એસ.વી.પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. એસ.એમ.દવે અને ડૉ. જયશ્રીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લઈ ભાતીગળ શૈલીમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું નિર્દેશન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *