વિધાનસભા 126 નાં ધારાસભ્ય ની અનોખી જન્મદિવસ ની ઉજવણી

રિપોર્ટ : રાવ બીજેંન્દ્ર યાદવ

ગોધરા વિધાનસભા 126 નાં ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજી સાહેબ ના જન્મદિવસ નિમિતે ગોધરા જિલ્લા ના પરવડી ગામ ખાતે ગૌ શાળા માં રૂ.૦૧,૧૧,૧૧૧ રૂપિયા નું રોકડ દાન કરવામાં આવ્યું હતું. તથા ૨ ટ્રેક્ટર ઘાસચારા નું પણ દાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ના સંગઠન ના સૌ હોદ્દેદારો અને કાર્યકર્તા ઓ ઉપસ્થિત હતા. ગૌ માતા ની સેવા કરી ને જન્મદિવસ ઉજવવાનું એક અનોખું ઉદાહરણ ભારતીય જનતા પાર્ટી ના ગોધરા વિધાનસભા ના ધારાસભ્ય સી.કે.રાઉલજી એ આપ્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *