
કલા સાથે વિજ્ઞાન સુમેળ સાધી ને વિવિધ કૃતિઓ પ્રદર્શિત કરી :. રાજ્યકક્ષાના પ્રથમ આવનાર અવની પટેલ તેમજ આશ્રુતિ વાલાણીને એવોર્ડ તેમજ રોકડ ચેક આપીને બહુમાન કરવામાં આવ્યું
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર ની શ્રવણ વિદ્યાભવન કલા – વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું છે. કલા સાથે વિજ્ઞાન સુમેળ સાધી ને વિવિધ કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના પ્રથમ આવનાર અવની પટેલ તેમજ આશ્રુતિ વાલાણીને એવોર્ડ તેમજ રોકડ ચેક આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.

શ્રવણ વિદ્યાભવન શાળામાં કલા-વિજ્ઞાન પ્રદર્શન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કલા એ ઈશ્વરે આપેલી અમૂલ્ય અને કુદરતી ભેટ છે. શાળાના વિદ્યાર્થીઓ કલા સાથે વિજ્ઞાન સુમેળ સાધી ને વિવિધ કૃતિઓ પ્રદર્શિત કરી હતી. જેમાં બુકમાર્ક બેકગ્રાઉન્ડ, થ્રેડ આર્ટ, પ્રોટેટ ક્લબ,મહેંદી આર્ટ ,બોટલ ગાર્ડન, પેન્ટિંગ વર્ક જેવી કળાઓ પ્રદર્શિત કરી હતી. મુખ્ય મહેમાન તરીકે મિતલ દિપેન ભાઈ પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની કળાની પ્રશંસા કરીને પોતાના વક્તવ્ય થકી કલા ક્ષેત્રમાં વધુ પ્રગતિ કરે એ માટે પ્રોત્સાહિત કર્યા હતા. અતિથિ વિશેષ તરીકે પધારેલા દિપેન ભાઈ પટેલ વિજ્ઞાનની કૃતિઓ રજુ કરનાર વિદ્યાર્થીઓને પ્રશંસા કરી હતી.રાજ્યકક્ષાના પ્રથમ આવનાર અવની પટેલ તેમજ આશ્રુતિ વાલાણીને એવોર્ડ તેમજ 2100 રૂપિયાનો ચેક આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી એ કલાકાર વિદ્યાર્થીઓને અભિનંદન તેમજ શુભેચ્છા પાઠવી હતી. આચાર્ય દીપિકા બેન મોદીએ વિદ્યાર્થીઓ ઓની કૃતિઓને બિરદાવીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના મંત્રી કિરણભાઈ મોદી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.