વાલીયાની શ્રી રંગ નવચેત વિદ્યા મંદિર ખાતે પૂર્ણા યોજના અંતર્ગત સશક્ત અને કુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો હતો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

પૂર્ણા યોજના અંતર્ગત વાલીયાની શ્રી રંગ નવચેત વિદ્યા મંદિર ખાતે સશક્ત અને કુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સશક્ત અને કુપોષિત કિશોરી અભિયાન મેળામાં વિવિધ મહિલાલક્ષી યોજનાઓ,કિશોરીઓમાં આરોગ્ય પોષણ શિક્ષણ ઘરેલું હિંસા તેમજ સેલ્ફ ડીફેન્સની તાલીમ આપવામાં આવી હતી સાથે પૂર્ણા યોજના અંતર્ગત આંગણવાડીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કિશોરીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજના માટે માર્ગદર્શન સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા,યુવા ભાજપ પ્રમુખ પ્રદીપસિંહ ભરથાણીયા,મામલતદાર માધવી મિસ્ત્રી,બાળ વિકાસ યોજના અધિકારી રીધ્ધીબા ઝાલા,તાલુકા હેલ્થ અધિકારી ડો.કિશન વસાવા અને આશા વર્કર તેમજ કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *