મલુપુર ગામે NSSની ગ્રામ્ય યુવા જનજાગૃતિ શિબિર સંપન્ન

થરાદ પંથકની સરકારી વિજ્ઞાન કૉલેજ ના એનએસએસ એકમ દ્વારા મલુપુર ગામે આયોજિત સાત દિવસીય ગ્રામ્ય યુવા જનજાગૃતિ શિબિરનો સમાપન સમારોહ યોજાઈ ગયો. પ્રાથમિક શાળા, મલુપુર ખાતે આયોજિત આ સમારોહમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના એન.એસ.એસ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર શ્રી ડો. જે. ડી.ડામોર, મુખ્ય મહેમાન તરીકે થરાદના પ્રાંત અધિકારીશ્રી કે.એસ.ડાભી અને પ્રેરક ઉપસ્થિતિ તરીકે સરકારી વિનયન કોલેજ, વાવ ના પ્રિ. ડો. હર્ષદભાઈ પરમાર અને પૂર્વ સરપંચ, પૂર્વ ડેપ્યુટી સરપંચ, પ્રા શાળા, મલુપુરના આચાર્ય-સ્ટાફ સહિત ગ્રામઅગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહી શિબિરાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રિ. ડો. જગદીશ એચ. પ્રજાપતિના માર્ગદર્શનમાં આયોજિત આ શિબિરનું સફલ સંચાલન પ્રોગ્રામ ઓફિસર પ્રા. રૂદ્રભાઈ દવે એ કર્યુ હતું. પ્રિ ડો જગદીશ પ્રજાપતિએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત તથા સુતરની આંટી, પુસ્તક અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતું. પ્રોગ્રામ ઓફિસરશ્રીએ સાત દિવસીય પ્રવૃત્તિનો અહેવાલ રજુ કર્યો હતો. કુ.ચંદ્રિકા દરજી અને મહિપાલ વાઘેલાએ સ્વયંસેવક તરીકે અનુભવો રજૂ કર્યા હતા. ગ્રામજનો તરફથી પ્રિ શિવાભાઈ ખટાણા અને હરસંગભાઈ પટેલે પ્રતિભાવ આપી શિબિરની સરાહના કરી હતી. માતૃપિતૃ વડીલવંદના, સર્વરોગનિદાન સારવાર કેમ્પ, બ્લડગ્રૂપ ચેકિંગ, નિઃશુલ્ક ચશ્માશિબિર, ગાયત્રી દીપયજ્ઞ, સાંસ્કૃતિક કાર્યક્રમો શ્રમ સફાઈ વગેરે શિબિરનું આકર્ષણ રહ્યા હતા.

આ પ્રસંગે શ્રી ડો. જે.ડી.ડામોર, શ્રી કે.એસ.ડાભી ના હસ્તે વિવિધ સ્પર્ધામાં વિજેતાને ઇનામ અને બ્લડ ગ્રુપ ડિરેક્ટરી ડે.સરપંચ અર્પણ કરવામાં આવી હતી. અતિથિવિશેષ સરકારી વિનયન કોલેજ, વાવના પ્રિ. ડો. હર્ષદ પરમારે રાષ્ટ્રીય સંપત્તિનું જતન કરવા વિદ્યાર્થીઓને આવાહન કર્યું હતું. પ્રાંત અધિકારીશ્રી કે. એસ. ડાભી અને ડો. જે.ડી.ડામોરે શિબિરાર્થીઓને સુંદર કાર્ય બદલ બિરદાવીને ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમની ઉદઘોષણા એન.એસ.એસ.ના સ્વયંસેવકો ક્રિશ ત્રિવેદી અને કુ. કાજલ દરજીએ કરી હતી. પ્રો. ડો. રાજેશ એન. મારુએ આભાર વિધિ કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *