




રિપોર્ટ ઈકબાલ મેમણ
રિપોર્ટ યુનુસ મેમણ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામડાઓમાં સુકો અને ભીનો કચરો ડોર ટુ ડોર જઈ અલગ- અલગ એકત્રિત કરવા ઇ-રીક્ષાનુ તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી ચૌધરીના હસ્તે લોકાર્પણ કરાયું.
પ્રાંતિજ તાલુકાના ઘડી, પોગલું, વડવાસા અને વાઘરોટા ગ્રામ પંચાયતને ડોર ટુ ડોર કલેક્શન અને પ્રવાહી અને ધન કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ગ્રામ પંચાયતની ઇ -રીક્ષા ઘેર ઘેર જઈને કચરો એકઠો કરી યોગ્ય નિકાલ કરવામાં આવશે. જેથી પ્લાસ્ટિક અને વેસ્ટ મટીરીયલ થકી ગામમાં ગંદકીના ફેલાય અને યોગ્ય નિકાલ થકી વડાપ્રધાનશ્રીના સ્વચ્છ ભારત મિશનને- પ્લાસ્ટિક મુક્ત ભારતના સ્વપ્નને સફળ બનાવી શકાય.
આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્યશ્રી, ગામના સરપંચશ્રીઓ તેમજ સ્થાનિક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.