બોર્ડ પરીક્ષાર્થીઓને શુભેચ્છા વિદાય

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ જિલ્લાના આહવાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, આહવાની શાળા પરિવાર દ્રારા ઘો.10-12 ની સામાન્ય ને વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરિક્ષા આપનાર વિધાર્થીઓને શુભેચ્છા વિદાય સમારોહ તા. 4/ 3/ 23 ના રોજ યોજાયો.
આ વિદ્યાર્થીઓના શુભેચ્છા વિદાય સમારંભ શાળાના આચાર્ય શ્રી અમરસિંહ ગાંગોર્ડના અધ્યક્ષ પદે યોજાયો.
આ પ્રસંગે વર્ગ શિક્ષક, વિષય શિક્ષક, તથા સંસ્થાના સુપરવાઇઝર શ્રી પ્રજેશ ટંડેલે વિદાય લેનાર વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમજ બાળકો દ્વારા શાળાને સ્મૃતિ ભેટ અપાઈ હતી. અને બાળકોએ પોતાની પરીક્ષા અને ભાવિક કારકિર્દી અંગે તથા શાળા વિશે પ્રતિભાવ વ્યક્ત કર્યો હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *