મહિલાઓ માટે નાણાકીય સાક્ષરતા સેમીનારનું આયોજન

કમલમ ન્યુઝ. (વ્યારા તાલુકા બ્યુરો ચીફ ) સમીર શાહ.

વ્યારા ખાતે તા. 4 માર્ચ 2023 ના રોજ ઇનર વ્હીલ ક્લબ વ્યારા અને ભગિની સમાજ, વ્યારા ના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં મહિલાઓ માટે નાણાકીય સાક્ષરતાની જાણકારીઓ રમતો ના માધ્યમ થી જાણીતા અને અનુભવી નિષ્ણાંત ફાઈનાન્સિયલ કોચ શ્રી દિપેન શાહ દ્વારા આપવામાં આવી હતી જેમાં વ્યારા નગરની મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સેમિનાર માં મહિલાઓને બિઝનેસ પ્લાન બનાવી પગભર થવાના રસ્તા પણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ઇનર વ્હીલ ક્લબ વ્યારા ના પ્રમુખ ચિત્રાલી શાહ, મંત્રી મીનાક્ષી શાહ, ખજાનચી નોવા રાણા અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા. ભગિની સમાજ વ્યારા ના પ્રમુખ સેજલ શાહ, મંત્રી કેતકી શાહ તેમજ અન્ય સભ્યો પણ હાજર રહી આ સેમિનાર ને માણ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *