અન્યાય અને અધર્મ ઉપર ભક્તિ અને સત્યના વિજયના પર્વ અંકલેશ્વરમાં ઉલ્લાસભેર ઉજવણી

વિવિધ સ્થળોએ હોલિકા દહન ના કાર્યક્રમો યોજાયા : ક્યાં વૈદિક હોળી, ક્યાં કે લાકડા ની હોળી પ્રગટી : સાંજે મુહૂર્ત હોળી પ્રગટાવી પરિવાર સાથે હોળી માતા ની પૂજા કરી પરિવાર ની સુખાકારી માટે પૂજા અર્ચના કરી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અન્યાય અને અધર્મ ઉપર ભક્તિ અને સત્યના વિજયના પર્વ અંકલેશ્વરમાં ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. વિવિધ સ્થળોએ હોલિકા દહન ના કાર્યક્રમો યોજાયા હતા. ક્યાં વૈદિક હોળી, ક્યાં કે લાકડા ની હોળી પ્રગટી હતી. સાંજે મુહૂર્ત હોળી પ્રગટાવી પરિવાર સાથે હોળી માતા ની પૂજા કરી પરિવાર ની સુખાકારી માટે પૂજા અર્ચના કરી હતી.

અન્યાય અને અધર્મ ઉપર ભક્તિ અને સત્યના વિજયના પર્વ હોળીની ભરૂચ શહેરમાં અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના પર્વ નિમિત્તે ઠેર ઠેર હોલિકા દહન ના કાર્યક્રમો યોજાયા હતા. શુભ મુર્હતમાં હોળી પ્રગટાવવામાં આવી હતી જેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.મહિલા હોળી માતાને ધાણી,ખજૂર અને હારડા અર્પણ કરી સમગ્ર વર્ષ દરમિયાન નિરોગી રહેવાની કામના કરી હતી.તો ગ્રામ્ય વિસ્તારમાં હોળીની જ્વાળા પરથી ચોમાસું કેવું રહેશે તેનો વરતારો પણ ભાખવા માં આવ્યો હતો. હોળી પર્વ એ ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપુ ની કથા સાથે સંકળાયેલ છે. ત્યારે આજે ભરૂચ જિલ્લાવાસીઓએ હોલિકા દહન કરી ઈશ્વરીય શક્તિ નું પૂજન કર્યું હતું. અંકલેશ્વર માં ગંગા-જમના, શાંતનુ રોયલ પાર્ક, પંચાટીબજાર, વાધેલા વાડ સહીત તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને જીઆઇડીસી સહીત 500 થી વધુ સ્થળે હોલિકા દહન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *