
આંબા ઉપર ઝૂલતા મોર ખરી પડતા નુકશાન
મીની વાવાઝોડા એ ખેડૂતો ની આશા ઉપર પાણી ફેરવી દીધું
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર પંથકમાં અચાનક વાતાવરણ માં પલટો આવતા ની સાથે મીની વાવાઝોડું ત્રાટકતા ખેડૂતો માટે આફત ઉભી થઇ છે અચાનક ભારે પવન ફૂંકાતા આંબાવાડીઓ માં કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. મીની વાવાઝોડા માં આંબા ઉપર ઝૂલતા આંબા મૉર અને કેરીઓ ખરી પડતા આખી આંબાવાડીઓ માં કેરીઓ વેરણ છેરણ થઈ જતાં ખેડૂતો ને વ્યાપક નુકસાન થવા પામ્યું છે .
અંકલેશ્વર તાલુકામાં અસંખ્ય આંબાવાડીઓ આવેલી છે ચાલુ વર્ષે આંબા ઉપર વિપુલ પ્રમાણ માં આંબામોર આવતા ખેડૂતો ને કેરી નો પાક મબલખ થાય તેવી આશા સેવી હતી અને આંબા ઉપર કેરી નો પાક વિપુલ પ્રમાણ માં ઝૂલી રહ્યો હતો તેવામાં વાતાવરણ માં અચાનક પલ્ટો આવતા ની સાથે મીની વાવાઝોડું ફુંકાયુ હતું આ વાવાઝોડા ની સાથે કમૌસમી વરસાદ પડતા ખેડૂતો ની ચિંતા માં વધારો કર્યો છે . જો કે સુસવાટા મારતા ભારે પવન ના કારણે આંબાવાડી માં કેરી ના પાક ને ભારે નુકશાન થવા પામ્યું છે ,ભારે પવન ના કારણે આંબા ઉપરથી આંબામોર તેમજ કેરીઓ ખરી પડી હતી જો કે ખેડૂતો ને કેરી નો મબલખ પાક થાય તેવી આશા ઉપર મીની વાવાઝોડા એ પાણી ફેરવી દેતા ખેડૂતો ને વ્યાપક નુકશાન થવા પામ્યું છે અંકલેશ્વર પંથક સહીત વાવાઝોડા માં અન્ય અસરગ્રસ્ત જિલ્લા ઓ માં મોટા ભાગ ની આંબાવાડીઓ માં કેરી ના પાક ને નુકશાન થતા કેરી નો સ્વાદ કડવો થાય તેવી પરિસ્થિત સર્જાય છે.