અમદાવાદ ખાતે ગાંધર્વ મહાવિદ્યાલયટ્રસ્ટ,અમદાવાદ. સંચાલિત બૃહદ ગુજરાત સંગીત સમિતિ દ્વારા ચંદ્રક વિતરણ તેમજ પદવીદાન સમારોહ યોજાઈ ગયો.

શૈશવ રાવ રાજપીપળા

હિરલબેન રાવ સિલ્ડ_પ્રમાણપત્ર એનાયત કરાયા

“અભી જમી મેં નીવ ભરી હૈ, શીશ મહલ બનના બાકી હૈ, અભી તો સિર્ફ પંખ ખોલે હૈ, ઉંચી ઉડાન ભરની તો બાકી હૈ”

*શાસ્ત્રીય સંગીતમાં આગેકુચ કરી રાજ્યકક્ષામા પ્રથમ મેડલ હાંસલ કરતી નર્મદા જિલ્લાની ગૌરવસમી દીકરી

રાજપીપલા, મંગળવાર :- “યત્ર નાર્યાસ્તુ પૂજ્યંતે, રમંતે તત્ર દેવતા:” અર્થાત જ્યાં નારીશક્તિની પુજા ત્યાં દેવોનો વાસ. ભારતીય સંસ્કૃતિમાં નારી સન્માનને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. મહિલા સશક્તિકરણને દેશની તાકાત બનાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશીતાપૂર્ણ વિચાર અને આગેકૂચનું સફળ પરિણામ ગુજરાત સહિત નર્મદા જિલ્લાને પણ મળી રહ્યુ છે. મહિલા સંદર્ભે ચર્ચા કરવાનું કારણ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણી છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ટૂંકો પરિચય

નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી દર વર્ષે ૮ મી માર્ચે ઉજવાતા “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણી પાછળના ઇતિહાસની ટૂંકમાં ચર્ચા કરીએ તો આ દિવસની ઉજવણીનું બીજ સૌ પ્રથમ અમેરિકામાં વર્ષ-૧૯૦૮ માં રોપાયુ હતુ. ૧૫૦૦૦ થી વધુ મહિલાઓએ કામના કલાકો, પગાર અને મતાધિકારની માગ સાથે ન્યૂયોર્ક સિટીમાં કૂચ કરી હતી. આ દિવસને અમેરિકાની સમાજવાદી પાર્ટીએ વર્ષ-૧૯૦૯ માં રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. તે સિવાય જર્મની, ડેન્માર્ક અને સ્વિટઝર્લેન્ડમાં પણ આ દિવસની ઉજવણી કરાઈ હતી. જો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ-૧૯૭૫ માં “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણીની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. આ વર્ષની થીમ “ડિઝિટ ઓલ : ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ફોર જેન્ડર ઇક્વાલિટી” છે.

૨૧ મી સદીની મહિલાઓ કુશળ વહિવટકર્તા પુરવાર

ભારતના પ્રથમ નાગરિક તરીકે ગરિમામય પદે બિરાજમાન રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા પ્રજાની જનસુખાકારી માટે મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવીને કુશળ વહિવટકર્તા પુરવાર થઈ છે. ટૂંકમાં મહિલાઓ પુરુષ સમોવડી છે.

વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉર્જાવાન આગેવાનીમાં નર્મદા જિલ્લાની પ્રત્યેક મહિલા-દીકરીઓને આર્થિક, સામાજિક, શૈક્ષણિક, સંગીત રાજકીય સહિત રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરીને પોતાની પ્રતિભા અને ઓળખ પ્રસ્થાપિત કરવાની સુવર્ણ તક મળી છે.

“અભી જમી મેં નીવ ભરી હૈ, શીશ મહલ બનના બાકી હૈ, અભી સિર્ફ પંખ ખોંલે હૈ, અસલી ઉડાન તો બાકી હૈ”

તારીખ 4/3/2023 ને શનિવારના રોજ અમદાવાદ ખાતે ગાંધર્વ મહાવિદ્યાલયટ્રસ્ટ,અમદાવાદ.
સંચાલિત બૃહદ ગુજરાત સંગીત સમિતિ દ્વારા ચંદ્રક વિતરણ તેમજ પદવીદાન સમારોહ યોજાઈ ગયો.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ગુજરાતના જાણીતા શરોદ વાદકશ્રી સોહનભાઈ નીલકંઠ, પ્રમુખ ટ્રસ્ટી શ્રીમતી નીમાબેન ઠાકોર, મહામંત્રી શ્રી શિરીષભાઈ પંડિત, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ વ્યાસ, પરિક્ષામંત્રી પંકજભાઈ પટેલ તેમજ વહીવટી અધિકારીશ્રી પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે 2019/20 અને 2021/22 વિશારદ તેમજ અલંકારની પરીક્ષા માં પ્રથમ પ્રયાસે ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને બૃહદ ગુજરાત સંગીત સમિતિ દ્વારા ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો,
તેમજ આ પ્રસંગે સમિતિના વિદ્યાર્થીઓ દ્વારા ગાયન, વાદન અને નૃત્ય ની સરસ મજાની પ્રસ્તુતિ રજૂકરવામાં આવી હતી.
આપ્રસંગે અલંકાર ની પરીક્ષામાં પ્રથમ પ્રયાસે ઉતીર્ણ થવા બદલ સમિતિ દ્વારા સુવર્ણ ચંદ્રક એનાયત કરી પ્રોત્સાહિત કરવા બદલ હિરલબેન રાવ બૃહદ્ ગુજરાત સંગીત સમિતિ નો હૃદય પુર્વક આભાર વ્યક્ત કર્યો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *