



કમલમ ન્યુઝ.( વ્યારા તાલુકા બ્યુરો ચીફ ) સમીર શાહ
ભારત વર્ષના પ્રથમ મહિલા શિક્ષકા, મહીલા શિક્ષણના હિમાયતી તથા પ્રેરણા સ્ત્રોત, અંધશ્રધ્ધા, કુરીવાજોના પ્રખર વિરોધી, મહાન સમાજસેવી ” માતા સાવિત્રીબાઇ ફૂલેજી ” ની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે ” માતા સાવિત્રીબાઇ ફૂલે” સ્માર્ટ આંગણવાડી ફડકે નિવાસ, વ્યારા ખાતે તેમને શ્રઘ્ધાંજલી અર્પવા કાર્યકર્મ યોજાયો. આ કાર્યક્રમમા સંત સાવતા ફૂલમાળી સમાજ દ્વારા આંગળવાડી ના બાળકો માટે પોસ્ટિક નાસ્તો તથા સ્ટેશનરી, ભારતીય બહુજન કલ્યાણ સમિતીના અધ્યક્ષ શ્રી ભરતભાઇ બથવાર તથા તેમના પરિવાર તરફથી બાળકો માટે ટોય કંપાસ, ટ્રોઇંગ નોટબુક્સ, નગર પાલિકાના દંડકશ્રી સંજયભાઈ સોની તરફથી સ્વાસ્થ્યવર્ધક ચોકલેટ તથા સામાજીક આગેવાન હરેશભાઈ ચૌહાણ અને રાકેશભાઈ મહાલે દ્વારા પેન્સીલ, રબર વિગેરેનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.ઉપરાંત ભારત સરકાર તરફથી શ્રમિકો માટે બહાર પાડેલ ” ઇ – શ્રમ ” કાર્ડ નુ વિતરણ લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવો મારફત કરવામા આવ્યુ હતુ.આ કાર્યક્રમમા સંત સાવતા ફૂલમાળી સમાજ, વ્યારાના આગેવાન કનુભાઇ માળી, ડૉ. ગણેશભાઇ ખૈરે, સુરેશભાઇ સાળવે, રમેશભાઈ પવાર, વૈષ્ણવી માળી વિગેરેએ પોતાનુ વકતવ્ય રજુ કર્યું હતુ. અંતે ” માતા સાવિત્રીબાઇ ફૂલે વાંચનાલાય ” ઝંડા ચોક, વ્યારા ખાતે ઉપસ્થિત તમામ મહાનુભાવો સાથે જઇ ત્યા માતા સાવિત્રીબાઇ ફૂલેજી ની તસ્વીર પર ફૂલમાળા પહેરાવી કાર્યક્રમ પુર્ણ કર્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સામાજીક આગેવાન હેમંતભાઈ તરસાડીયાએ કર્યું.