
પરિવાર થી વિખૂટી પડેલી 192 જેટલી અલગ અલગ રાજ્ય ની ભાષા બોલનારી મંદબુદ્ધિની મહિલાને પોતાના વતન સુધી પહોચાડવા માં ભારત ના કોઈ પણ રાજ્ય માં મદદ કરનાર અલગ પ્રતિભા હોય તો એ છે મહીસાગર જિલ્લાના કલેશ્વરી તાલુકાના પાંડરવાડા ગામના તરવરીયા યુવાન હાર્દિક પંચાલ કે જેનો સમાજ સેવા એજ એનું કર્મ, અને સમાજ સેવા એજ એનો ધર્મ.
108 ના હુલામણા નામ થી જાણતો કટોકટી ની દરેક પળ માં માત્ર એક જ કોલમાં હાજર મહીસાગર જિલ્લના ખાનપુર તાલુકા ના પાંડરવાડા ગામ ના યુવાન હાર્દિક પંચાલને આજે ભારત ભૂષણ સેવા રત્ન એવોર્ડ્સ દિલ્હી મુકામે પ્રાપ્ત થયો. પરિવાર વિખૂટી 192 જેટલી જુદા જુદા રાજ્યો ની મહિલા ને રસ્તા પર થી રેસ્ક્યું કરી એને ચા નાસ્તો કરાવી વાતચીત કરતા ક્યાંક એના પરિવારનું સરનામું બતાવતા ઇ પોલીસની મદદ મેળવી એને કાતો ઘરે મૂકી આવે અને મંદ બુદ્ધિ ની મહિલા હોય તો એને ક્યાંક નજીકના આશ્રમમાં મૂકી આવે આજ સુધી 109 જેટલી મહિલા ને પોતાના પરિવાર સુધી પહોચતી કરવા માં હાર્દિકને સફળતા મળી છે.2012 થી આશરો ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્થાપક હાર્દિક પંચાલ ને મોડાસા માલપુર રોડ પર આંટા ફેરી કરતી મહિલા નજરે પડતા અચાનક જ આ યુવાને પોતાની ગાડી સાઈડ માં કરી ને તેની જોડે બેસી એના પરિવાર ના સભ્ય બની પૂછપરછ કરતા નજીક આ યુવાન એને ઘરે મૂકી આવ્યો હતો.ત્યાર થી હાર્દિક પંચાલે આજ સુધી જુદા જુદા રાજ્યો ની 192 જેટલી મહિલા અને 67 જેટલા પુરુષ નો સહારો બન્યો છે.તમિલનાડુ હરિયાણા દિલ્હી આસામ જેવા રાજ્યો માં થી પોતાના પરિવાર થી વિખૂટી મહિલા ક્યાંક હાર્દિક ભાષા ના સમજે તો રસ્તા પર ટ્રક ડ્રાઇવર નો સહારો લે પણ એને મદદ તો કરે જ જ્યાં સુધી એને પોતાનો પરિવાર ના મળે તો એને જપ ના પડે.
સેવાકીય પ્રવુતિ ને વેગવંતી રાખવા આશરો ચેરીટેબલ ટ્રસ્ટ ના દર મહિને 10 જેટલા આંખ ના નેત્ર નિદાન કેમ્પ કરી ને મફત માં ચશ્મા આપી મોતિયા ની મફત ઓપરેશન પણ કરી આપે છે.આજ સુધી હાર્દિક પંચાલ દ્વારા 85 જેટલા નેત્ર નિદાન કેમ્પ કરી.30000 થી પણ વધુ લોકો ને મફત આંખો નું ચેક અપ કરી 2500 થી ઉપર લોકો ને મફત મોતિયા ના ઓપરેશન માં હાર્દિક દુઃખિયા ની સેવા કરવા માં સહભાગીદાર થયો છે.
એમ.એ, બી.એડ,એમ.એડ ની ડીગ્રી ધરાવતા યુવાને મહીસાગર પંચમહાલ કે દાહોદ ક્યાંક અકસ્માત થતાં તરત જ પહોચી ને જીવ બચાવવા માં મદદરૂપ બને છે .આજ સુધી આ યુવાને 300 થી ઉપર લોકો નો માર્ગ અકસ્માત માં જીવ બચાવ્યો છે. શિક્ષણ એજ સેવા ના ઉદ્દેશ સાથે શાળા માં બાળકો પરીક્ષા ના ભય માં થી બહાર આવે એ માટે મોટીવેટ કરી હિમ્મત આપે છે. અંતરિયાળ વિસ્તાર માં સતત સેવાકીય કાર્ય માં હાર્દિક રચ્યો પચ્યો રહે છે.
ખૂબ જ ટૂંકા સમય માં મહીસાગર પંચમહાલ દાહોદ માં ક્યાંય પણ મંદ બુદ્ધિ આશ્રમ નથી તો હાર્દિક પંચાલ આશરો ચેરીટેબલ ટ્રસ્ટ ના માધ્યમ થી આગામી મહિના માં જ મહીસાગર જિલ્લા માં ભૂમિ પૂજન કરવા જઈ રહ્યો છે.જ્યાં પરિવાર વિખૂટી મહિલા અને પુરુષો ને તે આશરો આપશે.
કોઈ પણ મનુષ્ય રસ્તા પર ના રહેવો જોઈએ અવો એનો મકસદ
એની પ્રગતિ ના પંથે લઇ જશે. કોરોના ના કપરા કાળ માં પણ હાર્દિક પંચાલ પોતાના જીવ ની પણ ચિંતા કર્યા સિવાય પોતાની પ્રાઇવેટ ગાડી માં હોસ્પિટલ લઈ જતો હતો .આજ સુધી હાર્દિક ને 677 સન્માન પત્રો અને 31 જેટલા એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે.
હાર્દિક પોતાના વ્યક્તિગત કામે નીકળ્યો હોય અને કદાચ રસ્તા માં લોકો ની મદદ કરવામાં પોતાનું કામ ભૂલી ગયો હોય એવાય ઘણા દાખલા છે. શિયાળા ની વહેલી સવારે એક વાહન માં ઊંઘતા શ્રમિકો જીવતા ભૂંજાઈ જાત ત્યારે સમય સુચકતા વાપરી ને હાર્દિકે ગાડી ઉભી રખાવી તમામ ના જીવ બચાવ્યા હતા. તો વળી કોઈ ભાઈ નું અગત્યના દસ્તાવેજ અને ભારેખમ રોકડ રકમ ભરેલું ખોવાયેલું પાકીટ એ ભાઈ ને શોધી ને પરત કર્યું. ચોમાસા માં રસ્તા વચ્ચે ઝાડ પડ્યું હોય તો તરત ત્યાં પોહચી રસ્તો ખુલ્લો કરાવવો, નજીક માં ક્યાંય અકસ્માત થયો હોય તો તુરંત ત્યાં પોહચી મદદ કરવી, આ બધું જાણે એના જીવન સાથે સંકળાઇ ગયું છે.હમણાજ શ્રીનાથીજી ના પરિવાર નો માલપુર પુલ પર નો અકસ્માત માં જીવ બચાવનાર હાર્દિક જ હતો .પોતાની ઊંઘ ની પણ ચિંતા કર્યા વિના સતત દોડતા હાર્દિક ને જોઈને એકજ વિચાર આવે કે ખરેખર ભગવાને એ આ માણસ ને જુદી જ માટી નો બનાવ્યો છે.
હાર્દિકે જે કોઈ સિદ્ધિઓ મેળવી છે એવું નથી કે એને રાતોરાત મળી ગઈ છે. એના દરેક સ્ટેટ્સ પાછળ એક સંઘર્ષ છે. એમાંના કેટલાય સંઘર્ષ નો એ સાક્ષી રહ્યો છે .સાચા મનુષ્ય ની કદર એ એના કાર્ય થી જ થાય છે .એ આશરો ચેરિટેબલ ટ્રસ્ટ નું આ કાર્ય સાચે આલહાદક છે. આશરો ચેરીટેબલ ટ્રસ્ટ ભાદરવી પૂનમે સતત 10 દિવસ સુધી અંબાજી પગપાળા જતા ભક્તો ને બાબલીયા ચોકડી મુકામે વિસામા નું આયોજન કરનાર હાર્દિક રોજ હજારો ભકતો ને ચા નાસ્તો અને જમવાનું પણ આયોજન કરે છે.ગુજરાત માં ખોવાયેલ વ્યક્તિ ને પણ સોશિયલ મીડિયા ની મદદ થી પણ હાર્દિક શોધી લાવી પરિવાર ને સોંપી દે છે.
આજ એનુ કર્મ સાચે હાર્દિક કેટલાય પરિવાર નો સહારો બન્યો છે.ભારત ભૂષણ સેવા રત્ન એવોર્ડ્સ થકી ગુજરાત માં 10 વ્યક્તિ માં હાર્દિક પંચાલ ને એવોર્ડ્સ પ્રાપ્ત થતા પૂરા મહીસાગર જિલ્લા માં અને 32 ગામ પંચાલ સમાજ નું ગૌરવ વધાર્યું છે.એક સાચો રીયલ હીરો હાર્દિક પંચાલ નું કાર્ય સરનામા વિના ના માનવી નો સહારો બન્યો છે. ધન્ય છે આવા વ્યક્તિ ને.
