રિપોર્ટ, મયુર પટેલ


મહુવા તાલુકાના મહુવરિયા ગામમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાઠાની કેનાલ માં ઉનાળાની કાળજાળ ગરમી ના કારણે પાણી પીવાની લાલચમાં એક નીલગાય પડી ગઈ હતી ડાબા કાઠાની કેનાલ ના બેન્કિંગ કોન્ક્રીટ ના પાકા બની ગયા હોવાથી નહેરમાં પડેલી નીલગાય નીકળી શકે એમ ન હોવાથી પાણીના વહેણ સાથે મહુવરીયા ગામ સુધી તણાતી તણાતી પહોંચી ગઈ હતી મહુવરિય ગામના જાગૃતિ યુવાનો શૈલેષ ચૌધરી, સુજીત ચૌધરી, સંદીપ પટેલ, નરેશ પટેલ, દ્વારા એનિમલ સેવિંગ ગ્રુપ અને વન વિભાગને જાણ કરાતા ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ગામના યુવાનોના સહકારથી નીલ ગાયને દોરડા ના મારફતે રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી હતી
નહેરવા પડવાથી ઘાયલ થયેલી નીલ ગાયને વન વિભાગ દ્વારા મેડિકલ ટ્રીટમેન્ટ આપવાના અર્થે લઈ જવામાં આવી હતી સારવાર આપી દેખરેખ હેઠળ રાખી નીલગાય સ્વસ્થ થતા એને જંગલમાં છોડવાની તજવીજ આવનારા દિવસોમાં હાથ ધરવામાં આવશે આશ્ચર્યની વાત એ છે કે દક્ષિણ ગુજરાતના વન વિસ્તારોમાં નીલગાય જવલ્લે જ જોવા મળે છે આ પ્રકારની નીલગાય કેવી રીતે અહીં આવી પહોંચી એ સંશોધનનો વિષય છે
