
ત્રણ વર્ષ માટે સભ્યો અને હોદ્દેદારોની નિમણૂક કરાઇ
ગુજરાત રાજ્યની એગ્રો ઇનપુટ વેલ્ફેર એસોસિએશન (જંતુનાશક દવા તથા બિયારણ અને ખાતરના વેપારી)ઓની સામાન્ય સભા ૧૨ માર્ચ થી અમદાવાદ ખાતે મળી હતી. સામાન્ય સભામાં રાજ્યના તમામ તાલુકા અને જિલ્લા કક્ષાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. સામાન્ય સભામાં ગુજરાત રાજ્યના ત્રણ વર્ષ માટે સભ્યો અને હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. રાજ્યની કારોબારીમાં મોડાસાના સામાજિક આગેવાન સુભાષચંદ્ર મથુરદાસ શાહની નિમણૂક કરતા અરવલ્લી જિલ્લાના એગ્રો ઇનપુટ વેલ્ફેર એસોસિયેશન વેપારીઓમાં આનંદ છવાયો હતો. રાજ્યની કારોબારીમાં અમદાવાદના પ્રવીણભાઈ પટેલ(અમદાવાદ)ની પ્રમુખ તરીકે, ધર્મેશભાઈ પટેલની મંત્રી તરીકે અને અરવિંદભાઈ જયરામભાઈ પટેલ (જૂનાગઢ)ની સંગઠન મંત્રી તથા રાષ્ટ્રીય સેક્રેટરી તરીકે ઉપરાંત હિરેનકુમાર મહેશભાઈ પટેલ (વડોદરા), મયંકભાઇ જગદીશભાઈ દવે (ખેડા), ઓધવજી લાલજીભાઈ રાબડીયા (રાજકોટ), મહેશકુમાર બાબુસિંહ રાઓલ (ગાંધીનગર), ઘનશ્યામભાઈ વાલજીભાઈ સાવધારીયા (સુરેન્દ્રનગર), યશવંતકુમાર મોહનભાઈ પટેલ (પાલનપુર), અરવિંદભાઈ શંકરભાઈ પટેલ (અમદાવાદ)ની નિમણૂક કરાઈ હતી. સામાન્ય સભામાં ગુજરાતના ૧૪૦૦ ડિલર્સ નું બ્લડ ગ્રુપ ડોનેટ માટે ગુજરાત રાજ્યની એક ડિરેક્ટરી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં જેનો લાભ ખેડૂત મિત્રો વેપાર મિત્રો તથા જાહેર જનતાને મળશે તેમજ એગ્રો ઇનપુટ વેલ્ફેર એસોસિયેશનની મીટીંગ મળી જેમાં 2024 માં ગુજરાત રાજ્યનું મહાસંમેલન યોજવાનું નક્કી કરવામાં આવ્યું તેમાં રાજ્યભરના સામાન્ય સભ્યશ્રીઓ તથા ભારતના અન્ય રાજ્યોના ઈનપુટ એસોસિએશન પદાધિકારીઓ આ સંમેલનમાં જોડાશે આ મહા સંમેલનમાં અંદાજે પંદર હજારથી પણ વધુ સભ્યો હાજર રહેશે.