
અમિતકુમાર ઉપાધ્યાય-અરવલ્લી
આજે ૨૦ માચૅ એટલે વિશ્વ ચકલી દિવસ ત્યારે આ દિવેસ ગણા લોકો વિવિધ રીતે આ દિવસની ઉજવણી કરતા હોય છે પણ
આ ચકલીઓ લુપ્ત થઈ રહી છે ત્યારે અરવલ્લી ની ઞીરીકંદરાઓ આવેલી શ્રવણ સુખધામ સંસ્થા ના ભેખધારી નારી રત્ન ઇન્દુ પ્રજાપતિ એ છેલ્લા સાત વર્ષથી ચકલીઓ ને બચાવવા સેવાયજ્ઞ શરુ કરેલ છે આ સેવાયજ્ઞ માં જીલ્લાના નિષ્ણાંત ડોકટરો આ અભિયાનમાં જોડાયા છે આ અભિયાન અબોલ ચકલીઓ ને બચાવવા સેવાયજ્ઞ કરી રહ્યું છે જેમાં માટીના ચકલી માળા અને પાણીના કુંડા વિતરણ કરવામાં આવે છેચકલી માનવ વસાહત માં રહેનારું પક્ષી છે એટલે માટીના માળા ઘરે ઘરે પહોંચાડવાનું કામ અબોલ જીવ સેવા ના ભેખધારી નારી રત્ન ઇન્દુ પ્રજાપતિ કરી રહ્યા છે.