
સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ, મહેસાણા ના ઉપક્રમે વણકર સમાજની જુદી જુદી સંસ્થાઓમાં રહી સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સેવાકીય પ્રવુતિઓ કરતા ૭૦ જેટલા પ્રમુખો અને કર્મશીલ કાર્યકર્તાઓનું “સમાજ રત્ન એવોર્ડ” થી સન્માન કરવાનો કાર્યક્રમ એનેક્ષી સર્કિટ હાઉસ અમદાવાદ અમદાવાદ પશ્ચિમ લોકસભાના લોકપ્રિય સાંસદશ્રી અને સંસદીય સમિતિ અનુસુચિત જાતિ જનજાતિ કલ્યાણ ના ચેરમેન, વિર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરના ચેરમેન અને લોકસભાના પેનલ સ્પીકર શ્રી ડૉ. કિરીટભાઈ સોલંકી ના અધ્યક્ષસ્થાને તેમજ ધંધુકા લોકસભાના પૂર્વ સાંસદ શ્રી રતિલાલ વર્મા, જોધલપીર જગ્યા, કેશરડી ના પ.પુ. ૧૦૮ મહંત શ્રી લાલદાસ બાપુ, ત્રિકમ સાહેબ જગ્યા, ચિત્રોડના ટ્રસ્ટી શ્રી જયંતીભાઈ ચૌહાણ, એસ.સી.એસ.ટી. યુનિયન, ઓ.એન.જી સી. ના ચેરમેન જે.જે પરમાર, ખાદી ઇન્સ્ટિટ્યૂટ, સુરેન્દ્રનગર ના પ્રમુખ બાબુભાઈ વાઘેલાની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વણકર સમાજની જુદી જુદી સંસ્થાઓમાં રહી સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સેવાકીય પ્રવુતિઓ કરતા ૭૦ જેટલા પ્રમુખો અને કર્મશીલ કાર્યકર્તાઓનું “સમાજ રત્ન એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે પાટણ શહેરના કર્મશીલ કાર્યકર્તા અને સંકલ્પ સંસ્થાના પ્રમુખ અને પાટણ નગરપાલિકા ના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા સહિત લુણાવાડા ના રામજીભાઈ વણકર, ચાંદખેડા ના પ્રો.રાજેન્દ્રભાઈ જાદવ, વિસનગરના જયંતીભાઈ ચૌહાણ, સાબરકાંઠાના માવજીભાઈ સુતરીયા, દાહોદના નરેશભાઈ ચાવડા, અજાજ મીડિયાના દિનેશભાઈ પરમાર, કચ્છના કંકુબેન વિગેરે ગુજરાતના વિવિધ જિલ્લાના ૭૦ જેટલા પ્રમુખો અને કર્મશીલ કાર્યકર્તાઓનું “સમાજ રત્ન એવોર્ડ” થી સન્માનિત કરાયા. સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ, મહેસાણા ના પ્રમુખ શ્રી ભીખાભાઈ મકવાણા અને સંસ્થાના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.