આણંદ ના સાંસદ મિતેષભાઈ પટેલ અને ટીમ દ્વારા અથાગ પ્રયત્નો ને પગલે આણંદમાં નેનો યુરિયા ખાતર નું ઉત્પાદન શરૂ કરાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની મુલાકાત લઈ આત્મનિર્ભર ભારત હેઠળ નેનો યુરિયા નું સેમ્પલ આપી સાંસદે આશીર્વાદ મેળવ્યા.

નેનો સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા તૈયાર કરાયેલ યુરિયા ખાતર થી ખેડૂતો ની આર્થિક બચત થશે.

રિપોર્ટ : બીના પટેલ

 આણંદ જિલ્લા માં ખેતી સાથે ૭૦ ટકા લોકો જોડાયા છે. જેઓ નો મુખ્ય વ્યવસાય ખેતી છે. ત્યારે ખેડૂતો વાર્ષિક ઉત્પાદન બમણું મેળવી શકે તે માટે અથાગ પ્રયત્નો કેન્દ્ર સરકાર માં હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે આણંદ ની નેનો સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા તૈયાર કરાયેલ નેનો યુરિયા ખાતર નો ઉપયોગ કરવાથી સારી આવક મેળવી શકાય છે.તેમજ ખર્ચ પણ ખૂબ ઓછો થાય છે. જે બાબતે નો પ્રોજેક્ટ આણંદ ના સાંસદ મિતેષભાઈ પટેલ અને ડેલિગેશન નાં અગ્રણીઓ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને મળી ને સમજાવ્યો હતો. 
 આ પ્રોજેક્ટ માં સફળ બનાવવા માટે વડાપ્રધાને ટીમ ને આશીર્વાદ પણ આપ્યા હતા. પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૫મી ઓગસ્ટ ૨૦૧૯ નાં રોજ લાલ કિલ્લા પર થી રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડી ને ખેતી ઉપયોગો જમીન ની ગુણવત્તા ટકાવી રાખવા માટે નું આહવાન કરવામાં આવ્યું હતું. જેને ધ્યાન માં રાખતા નેનો સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર આણંદ દ્વારા ટુંક સમય માં નેનો યુરિયા નું વાણિજ્યિક ઉત્પાદન શરૂ કરવા જઈ રહી છે. નેનો યુરિયા ના ઉપયોગ થી ખેડૂતો ની આર્થિક બચત પણ થશે અને આપણા દેશ માં જ નિર્મિત ખાતર ને કારણે ફોરેકસ રિઝર્વ માં અં ભારે બચત થશે. સાથે સાથે સરકાર પર સબસિડી નો બોજ પણ હળવો થશે. તેમજ ઓછી માત્રા ને કારણે યુરિયાની ગુણો ના પરિવહન પર થતો ખર્ચ પણ બચી જશે. નેનો યુરિયા પ્રવાહિત હોવા ના કારણે આધુનિક ડ્રોન સ્પ્રિંકલિંગ નો પણ ઉપયોગ થયી શકશે. 
આ સંદર્ભે આણંદ ના સાંસદ મિતેષભાઈ પટેલ સહિત ના અગ્રણીઓ ના ડેલિગેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે વિશેષ મુલાકાત કરી ' નેનો યુરીયા' નાં સેમ્પલ ની ભેટ સાથે " આત્મનિર્ભર ભારત" ની દિશા તરફ આગળ ધપાવવા માં આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. વળી નરેન્દ્ર ભાઈઓડી દ્વારા શુભેચ્છા અને. અભિનંદન સાથે મિતેષ ભાઈ પટેલ સહિત ની ટીમ ની કામગીરી મે બિરદાવવા માં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *