
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના આદરણીય પ્રમુખશ્રી સી.આર.પાટીલજી, પ્રદેશ મહામંત્રીશ્રી અને દક્ષિણ ગુજરાત ના પ્રભારી શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી ની સૂચના અને માર્ગદર્શન મુજબ આગામી લોકસભા ૨૦૨૪ ની ચૂંટણી અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે “બુથ સશક્તિકરણ” અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી ના અધ્યક્ષ સ્થાને અને ગુજરાત પ્રદેશ ના ઉપપ્રમુખ શ્રીમતી ઉષાબેન પટેલ, પ્રદેશ ભાજપના મંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી શ્રીમતી શીતલબેન સોનીજી,શ્રી માધુભાઈ કથીરિયાજી તેમજ વલસાડ જિલ્લા બુથ સશક્તિકરણ ના ઇન્ચાર્જ શ્રી કરસનભાઈ ગોંડલીયા ની વિશેષ ઉપસ્થિતિમાં અગત્ય ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું
આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી દ્વારા “બુથ શશક્તિકરણ” અભિયાન અંગે હાજર તમામ ને પ્રદેશ ની સૂચના મુજબ સો ટકા કામગીરી પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનો કરી બાકી કામગીરી સત્વરે પૂર્ણ કરવા જણાવાયું હતું, આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીઓ શ્રી કમલેશભાઈ પટેલ,શ્રી શીલપેશભાઈ દેસાઈ,શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, વલસાડ જિલ્લા ભાજપ ના હોદેદારશ્રીઓ,વિવિધ મોરચાના પ્રદેશ ના હોદેદારશ્રીઓ, તમામ મંડળ ના પ્રમુખશ્રીઓ,મહામંત્રીશ્રીઓ,જિલ્લા મીડીયા,સોશિયલ મીડીયા,આઈ.ટી. ના ઇન્ચાર્જશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા