અંકલેશ્વરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવા ની શ્રધ્ધાભરે ઉજવણી કરી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વરમાં વર્ષો થી વસવાટ કરતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવા ની શ્રધ્ધાભરે ઉજવણી કરાઈ હતી.. મહારાષ્ટ્રયન મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે ગુડી બનાવી પૂજા અર્ચના કરી હતી.તેમજ સૌ તંદુરસ્ત રહે પરિવાર ની મંગલ કામના કરવામાં આવી હતી.તેમજ મહિલા ઘર આંગણે ચૂલા પર પરંપરાગત રીતે પુરણ પુરી પણ બનાવી ઉજવણી કરી હતી.

ચૈત્ર સુદ એકમ એ મરાઠી સમાજ ના નવા નર્ષનો પ્રથમ દિવસ છે. એ પાછળ એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘેર- ઘેર ગુડી, તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે ગુડી ઊભી કરતાં પહેલાં લાકડીને તેલ લગાવી તેને ચોખ્ખા પાણીથી ધોઇ લેવામાં આવે છે. તેને હળદર- કંકુ ચડાવવામાં આવે છે. ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હાયડા, નાનું કાપડ, સાડ, ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે. લાકડીના છેડે નાના રંગીન કપડાંને ફીટ બાંધી તેના પર લોટો ઊંધો મૂકવામાં આવે છે. આ ઊંધા લગાવેલા લોટામાં કડવા લીમડાની ડાળી લગાવી હાયડાનો હાર પહેરાવવામાં આવે છે. લાકડી પર સાડી જે રીતે પહેરાય તે રીતે લાકડીને સાડી પહેરાવાય છે. ઘરના આગળના ભાગમાં રસ્તા પરથી પણ સરળતાથી જોઇ શકાય તે રીતે ગુડીને બાંધવામાં આવે છે. આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતીકરૂપ ગણવામાં આવે છે. ગુડી ઊભી કર્યા પછી તેના પર હળદર કંકુ ચડાવવામાં આવે છે. ઘરના પ્રવેશદ્વાર પર આંબાની ડાળી અને તોરણ લગાવવામાં આવે છે. નવા વર્ષના પંચાંગની પૂજા કરવામાં આવે છે.
ત્યારે અંકલેશ્વર ને કર્મ ભૂમિ તરીકે અપનાવી અંકલેશ્વર માં વસાહત મહારાષ્ટ્રીયન સમુદાય દ્વારા ગુડી પડવા ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી હિન્દૂ નવ વર્ષ તેમજ મરાઠી સમાજનું નવ વર્ષનો આજથી પ્રારંભ થતા નવા વર્ષ ની ઉજવણી ધામધૂમ પૂર્વક કરાઈ હતી. અંકલેશ્વર માં વર્ષો થી વસવાટ કરતા અંદાજિત 10 હજાર થી વધુ મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા સવારે ઘર આગળ ગુડી બનાવી તેનું વિધિવત ઘરની ગૃહિણીઓ એ પૂજન અર્ચન કર્યું હતું અને પરિવાર ની મંગલ કામના સાથે સાથે લોકો તંદુરસ્ત બને તેવી પ્રાર્થના કરી હતી ને ચૈત્ર માસ ના પ્રથમ દિવસ સાથે નવ વર્ષ ની ઉજવણી કરી નવા વર્ષને પ્રારંભ કરતા ગૃહિણી ઓ દ્વારા પરંપરાગત રીતે ચૂલા પર ઘર આગળ ઉંધા માટલા જેવા તવા પર પૂરણ પુરી પણ બનાવી પરંપરાગત ઉજવણી કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *