ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાને જોડતી બસ સેવાનો પ્રાંરભ કરાવતા તાલુકા પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉત

એસ.ટી.તંત્ર દ્વારા ડાંગ જિલ્લાની મુસાફર જનતાને વધુ એક નવી બસ સેવાની ભેટ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉતે પ્રજાની માંગને ધ્યાને લઇ જિલ્લાના ત્રણેય તાલુકાને જોડતી બસ સેવાનો પ્રાંરભ કરાવ્યો હતો.

ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકા મથકોને જોડતી એસ.ટી બસ સેવા શરૂ થતા નોકરિયાત ધંધાર્થી તેમજ જાહેર મુસાફરોમા ખુશીની લાગણી છવાઇ છે.

આ બસ બપોરે 3:15 કલાકે આહવા થી વાયા ધરમપુર થઈ વલસાડ, અને પરત વાંસદા રાત્રી મુકામ કરી, સવારે વાંસદા થી 6:15 કલાકે ડાંગ જિલ્લાના વઘઇ આહવા થઈ સુબીર સુધી જશે, અને સુબીર થી 09:00 કલાકે ઉપડી, આહવા વઘઇ થઈ વાંસદા સુધી જશે.

આ બસ સેવા ડાંગ જિલ્લાના ત્રણે તાલુકાના સુબીર, આહવા, અને વઘઇ તાલુકાના નોકરિયાત ધંધાર્થી તેમજ જાહેર મુસાફરો ને ખુબજ ઉપયોગી સાબીત થશે તેમ, શ્રીમતી કમળાબેન રાઉતે આ પ્રંસગે જણાવ્યુ હતુ.

આ ઉપરાંત શ્રીમતી રાઉતે આહવા-વલસાડ નવીન બસને પણ આહવા બસ ડેપોથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ.

એસ.ટી તંત્ર આહવા, ડાંગ જિલ્લાના તમામ મુસાફરોને અનુકૂળ અને ઉત્તમ સેવાઓ આપવા કટીબદ્ધ છે, તેમ આહવાના ડેપો મેનેજર શ્રી કિશોરભાઈ પરમારે જણાવ્યુ હતુ.

બસના પ્રસ્થાન કાર્યક્રમમા આહવા તાલુકા પંચાયતના સભ્યો શ્રી દેવરામભાઇ જાદવ, શ્રી અર્જુનભાઇ ગવળી, શ્રી વિજયભાઇ ચૌધરી, શ્રી ચિંતાભાઇ ગવળી, શ્રી ભાષ્કરભાઇ ચૌધરી, શ્રીમતી વનિતાબેન, શ્રી દિપકભાઈ પીંપળે તેમજ શ્રી હિરાભાઇ રાઉત પુર્વ મંડળ પ્રમુખ, બસના મુસાફરો, ચાલક, કંડકટર અને કર્મચારીઓ સહિત નગરજનોએ ઉપસ્થિત રહી, સરકારશ્રીના પ્રયાસને બિરદાવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *