IITE ખાતે “The STEM Equation” વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન

ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા (IITE), ગાંધીનગર
IITE ખાતે “The STEM Equation” વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન


ભારતીય શિક્ષક શિક્ષા સંસ્થાન (IITE), ગાંધીનગર દ્વારા “The STEM Equation” વિષય અંતર્ગત બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન ઉમા સમાજ ભવન, સેક્ટર-12, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું. પરિષદનો મુખ્ય ઉદ્દેશ વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, ગણિત, કલા, શિક્ષણ અને માનવમૂલ્યો જેવા વિવિધ ક્ષેત્રો વચ્ચે સેતુ રચી વિદ્યાર્થીઓમાં આંતરવિષયક વિચારસરણી, સંશોધન, નવીનતા અને રાષ્ટ્રનિર્માણની ભાવના વિકસાવવાનો હતો.
પરિષદના અંતર્ગત IITE દ્વારા પોતાની નવી વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન તથા SAMARTH પોર્ટલનું પ્રસ્તુતીકરણ કરવામાં આવ્યું. પરિષદની શૈક્ષણિક ચર્ચાઓ અને સંશોધનને દસ્તાવેજીકૃત કરતી Abstract Book તથા STEM Education વિષયક E-Bookનું પણ વિમોચન કરવામાં આવ્યું.• ગુજરાત પ્રાંતના પ્રાંત કાર્યવાહ શ્રી શૈલેષ પટેલે STEM સાથે ભગવદ્ ગીતા જેવા ભારતીય જ્ઞાનપરંપરાના સંદર્ભને જોડતાં જિજ્ઞાસાને નવીનતાનું મૂળ ગણાવી.
• શ્રી પ્રવીણ રામદાસજી સંશોધનના પરિણામોને “Lab to Land” અભિગમ, રોકાણ નીતિ, વિકાસ સંબંધિત પડકારો, ભાષાકીય અવરોધો અને આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.


• ડૉ. યોગેશ યાદવે પોતાના અનુભવો અને પ્રેરણાદાયી પ્રસંગો દ્વારા વિદ્યાર્થીઓને પડકારોને તકોમાં પરિવર્તિત કરવા, સતત શીખતા રહેવા અને નવીન વિચારસરણી વિકસાવવા પ્રોત્સાહિત કર્યા.
• NIPERના ડિરેક્ટર શૈલેન્દ્ર સરાફે પોતાના ઉદ્દબોધનમાં આયુર્વેદ અને કોડિંગ જેવા વિવિધ જ્ઞાનક્ષેત્રોને શિક્ષણ સાથે જોડવાની સંભાવનાઓ સમજાવી.• IITEના કુલપતિ ડૉ. મુકેશ પટેલના સંરક્ષણ અને માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ પરિષદમાં તેમણે Quantum Technology સહિતની ઉભરતી ટેક્નોલોજીઓના જવાબદાર ઉપયોગ, સંશોધન અને માનવકેન્દ્રિત વિકાસ પર પોતાના વિચારો રજૂ કર્યા.રજિસ્ટ્રાર શ્રી જતિન ભટ્ટના સંકલન અને માર્ગદર્શન હેઠળ પરિષદનું આયોજન કરવામાં આવ્યું. સ્વાગત પ્રવચનમાં ડૉ. પારસ ઉચાટે પરિષદના ઉદ્દેશો, STEM શિક્ષણની બદલાતી જરૂરિયાતો અને આંતરવિષયક અભિગમની મહત્વતા પર પ્રકાશ પાડ્યો.પરિષદમાં સ્વર્ણિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ, રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાન સંસ્થાના વિદ્યાર્થીઓએ પણ પરિષદમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ શૈક્ષણિક અને આંતરવિષયક ચર્ચાઓમાં સક્રિય સહભાગિતા નોંધાવી.

સમાપન સત્રમાં શ્રી ભવેશ રાવલે આભારવિધિ કરી અને પરિષદને સફળ બનાવવા માટે ઉપસ્થિત મહાનુભાવો, વિશેષજ્ઞો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા આયોજન સાથે સંકળાયેલા તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો. બે દિવસીય આ રાષ્ટ્રીય પરિષદે વિવિધ જ્ઞાનશાખાઓને એક મંચ પર લાવી ભવિષ્યના યુવાનોને નવીનતા, સંશોધન, નૈતિક ટેક્નોલોજી અને રાષ્ટ્રનિર્માણ સાથે જોડવાનો સશક્ત સંદેશ આપ્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *