



ભુજ સ્થિત સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર દ્વારા આગામી ૧૮ એપ્રિલ થી ૨૬ એપ્રિલ સુધી યોજાનાર ‘દ્વિશતાબ્દી મહોત્સવ’ નિમિત્તે ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સદગુરુ સ્વામી ધર્મનંદનદાસજી, સદ્ પાર્ષદ જાદવજી ભગતના શુભ આશિષથી નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું. આ વેળાએ ઉપમહંત સદગુરુ ભગવદ્દ જીવનદાસજી સ્વામી, કોઠારી સ્વામી દેવ પ્રકાશદાસજી, શાસ્ત્રી સ્વામી સુખદેવ સ્વરૂપદાસજી, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને ડી.કે.સ્વામી સહિતના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા.