મહુવા તાલુકાના પ્રા.આ. કેન્દ્ર વલવાડા અને પ્રા.આ. કેન્દ્ર વહેવલ ખાતે ટીબી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ, મયુરપટેલ

૨૪ માર્ચ વિશ્વ ટીબી દિવસના દિવસે ભારત તેમજ ગુજરાત સરકારના ટીબી નાબૂદી કાર્યક્રમ-૨૦૨૫ અંતર્ગત પ્રા. આ. કેન્દ્ર વલવાડા અને પ્રા.આ કેન્દ્ર વહેવલ ખાતે ટીબી રોગ જાગૃતિ રૂપે માનનીય જિલ્લા પંચાયત સભ્યશ્રી શ્રી રાકેશભાઈ પટેલ ના અધ્યક્ષસ્થાને રેલી તેમજ ટીબી દર્દીને નિક્ષય મિત્ર યોજના અંતર્ગત મફત અનાજ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરેલ હતું.જેમાં વલવાડાના તા.પં.સભ્ય. રેખાબેન પટેલ,તા. પં.સભ્ય, રમીલાબેન .કે. પટેલ,,વલવાડા ગામના સરપંચ શ્રીમતી વીણાબેન એ. પટેલ, વહેવલ ગામના સરપંચ સંજયભાઈ પટેલ,આરોગ્ય સ્ટાફ,આશાબેનો હાજર રહ્યા હતા.ઉપરાંત ડો. હિમાંશુ બી. પટેલ મે.ઓ.વલવાડા દ્વારા ટીબી રોગ અને તેની ગંભીરતા વિષે માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમ સફળ બનાવવાં આરોગ્ય સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *