



કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે
આજ રોજ તારીખ ૨૪/૩/૨૩ ના ગુરુવારના રોજ “આંબેડકર ભવન” ખાતે વ્યારા અને ડોલવણ તાલુકાની કુલ ૩૧૦ જેટલી આશા વર્કર અને આશા ફેસીલેટરનું એક “આશા સંમેલન” રાખવામાં આવ્યું હતું. જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ પ્રણય પટેલ, PHC પંચોલના મેડીકલ ઓફ્સિર શ્રી ડૉ. ભૌમિક ચૌધરી, PHC લખાલીના મેડીકલ ઓફિસર શ્રી ડૉ કલ્પેશ ચૌધરી, જિલ્લા માંથી આવેલ DFO શ્રી અજયભાઈ પ્રજાપતિ તથા ARC રીનાબેન ગામીત તથા આશા ટ્રેઈનર ડૉ ઉલ્પાબેન ચૌધરી હાજર રહ્યા હતા. સૌ પ્રથમ કાળા વ્યારા PHC ની આશા બહેનોએ પ્રાર્થના કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ અર્બન હેલ્થ સેન્ટરની એક આશા બહેને ગણેશ વંદના કરીને સ્વાગત ગીત રજુ કર્યું હતું. ત્યારબાદ માયપુર PHC વિસ્તાર ની આશા બહેનો એ PM JY યોજના વિષે સમજણ આપતું એક” નાટક” રજુ કર્યું હતું ત્યાર બાદ છેલ્લે PHC પીપલવાડા ‘વિસ્તારની આશા તથા ફેસીલેટર બહેનોએ” ડાંગી નૃત્ય ” રજુ કર્યુ હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડૉ પ્રણય પટેલ સાહેબે આશા વર્કરનું મહત્વ તથા તેમની જરૂરિયાત વિષે માર્ગ દર્શન આપ્યું હતું..ત્યારબાદ તાલુકામા સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર ૩ આશાવર્કર વ્યારા તાલુકા માંથી તથા ત્રણ આશાવર્કર ડોલવણ વિસ્તારમાંથી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તેમને ઇનામો આપવામાં આવ્યા હતા . છેલ્લે તાલુકા બંને તાલુકાના આરોગ્ય અધિકારી શ્રી અને લખાલી PHC ના મેડીકલ ઓફિસર તરફથી તમામ કૃતિઓને રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા.ત્યારબાદ છેલ્લે આભાર વિધિ તથા કાર્યક્રમનું તમામ સંચાલન તાલુકા આરોગ્ય સુપરવાઈઝર શ્રી રાજેશભાઈ શેઠે કર્યું હતું.