
આનંદ ઠકકર ડીસા
મહીલાઓમાં વધી રહેલા સ્તન કેન્સરના કેસોને ડિટેકટ કરવા અને રોકવા રોટરી ક્લબ ડીસા ડિવાઇન અને સ્ત્રી સમાજ દ્વારા ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેન્સર નિદાન કેમ્પમાં માં કુલ 255 મહિલાઓની તપાસ કરવામાં આવી હતી. બનાસકાંઠા સહિત દેશભરમાં મહિલાઓમાં સ્તન કેન્સર ના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને દર ૧૩ મિનિટે એક સ્ત્રી સ્તન કેન્સરના કારણે મૃત્યુ પામે છે જેને અટકાવવા માટે સ્ત્રી સમાજ ડીસા અને રોટરી ક્લબ ડીસા ડિવાઇન છેલ્લા ઘણા સમયથી અભિયાન ચલાવી રહ્યા હતા, જે અંતર્ગત રવિવારે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ના સહયોગથી ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો હતો ,જેમાં ડીસા સહિત જિલ્લામાંથી 255 મહિલાઓએ આ કેમ્પનો લાભ લઇ પોતાનું ચેકઅપ કરાવ્યું હતું.જેમાં 113 ગર્ભાશયના મુખના કેન્સર માટે પેપ સ્મિઅર ની મહિલાઓ ની તપાસ કરી હતી જ્યારે 22 મહિલાઓમાં મેમોગ્રાફી કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે રોટરી ક્લબ ડીસા ડિવાઇન અને સ્ત્રી સમાજ દ્વારા છેલ્લા 15 દિવસથી સોશિયલ મીડિયા મારફતે અને અલગ અલગ એરીયામાં રુબરુ જઇને પણ મહિલાઓને જાગૃત કરવામાં આવી રહી હતી અને શરીર માં કોઈપણ પ્રકારના શંકાસ્પદ લક્ષણો જણાય તો તપાસ કરવા માટે અપીલ કરી હતી જેથી ડીસા તેમજ બનાસકાંઠા જિલ્લામાં પણ સ્તન કેન્સર ને શરૂઆત ના સ્ટેજમાં જ ડામી મહિલાની જિંદગી બચાવી શકાય. આ કાર્યક્રમને સફળ બનાવવા આસિસટન્ટ ગવર્નર અને પ્રોજેક્ટ ચેરમેન ડો.રીટાબેન પટેલને ભારે જહેમત ઉઠાવી હતી રોટરી ડિવાઇનના પ્રમુખ ડો. બિનલબેન માળી,મંત્રી હિનલબેન અગ્રવાલ, સ્ત્રી સમાજના પ્રમુખ ડો.કિશોરીબેન પટેલ,મંત્રી દીપિકાબેન ખત્રી અને પ્રો.ચેરમેન અનુવીબેન શાહ ,ડો.તેજલબેન અને કાંતાબેન પટેલ સહિત બંન્ને સેવાભાવી સંસ્થાઓની બહેનોની સમગ્રટીમે ભારે જહેમત ઉઠાવી હતી