કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે “બાળ લગ્ન અધિનિયમ અને નશા મુક્ત ભારત અભિયાન” નો કાર્યક્રમ યોજાયો

જામનગર જિલ્લામાં સંકલિત બાળ સુરક્ષા યોજના(ICPS) હેઠળ જામનગર શહેરમાં રચાયેલા ૧૬ વોડઁની બાળ સુરક્ષા સમિતિઓના સભ્યશ્રીઓનો “બાળ લગ્ન અધિનિયમ અને નશા મુક્ત ભારત અભિયાન”નો સંયુક્ત અવેરનેશ કાર્યક્રમ તા.૨૭ માર્ચના રોજ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો.

 જેમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતુ, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી, પ્રમુખશ્રી શ્રીકસ્તુરબા વિકાસ ગૃહ, ચેરમેનશ્રી બાળ કલ્યાણ કમિટી, શાસક પક્ષના નેતાશ્રી, સભ્યશ્રી જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને તમામ ૧૬ વોર્ડ સમીતિના અધ્યક્ષ-સહ-કોર્પોરેટરશ્રીઓ અને સભ્યશ્રીઓ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી અને સમાજ સુરક્ષા કચેરીનો સ્ટાફ/કર્મચારીશ્રીઓ સહિત ૧૫૦ વ્યક્તિઓ હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *