શહેર ભાજપ ધ્વારા શ્રી રામ જન્મોત્સવ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

                દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકારના શાસનકાળમાં અનેક વર્ષો પછી  વર્તમાન સમયમાં અયોધ્યા ખાતે દિવ્ય અને ભવ્ય રામ મંદિર નિર્માણ પામી રહયું છે ત્યારે  કે રામનવમીના પાવન કિશાનપરા ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ– બજરંગ દળ–દુર્ગાવાહિનિ આયોજીત  શ્રી રામ જન્મોત્સવ રામનવમી પાલખી યાત્રાનું શહેર ભાજપ ધ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. આ તકે રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ઉદય કાનગડ, મેયર ડો. પ્રદિપ ડવ, ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા,  પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાજપ અગ્રણી  ધનસુખ ભંડેરી, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.આ તકે શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રામનવીમ શોભાયાત્રાનું સ્વાગત કરેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, કાર્યાલય પરીવારના ચેતન રાવલ, ભાવીન ધોળકીયાએ જહેમત ઉઠાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *